લોક રક્ષક દળની પરીક્ષામાં ફ્રી ST બસની સુવિધા મળશે કે નહીં, જાણી લો આદેશ

PC: team-bhp.com

રાજ્ય પોલીસ દળમાં લોકરક્ષકની ભરતી માટે તા. 2 ડિસેમ્બર-2018ના યોજાનાર લેખિત પરીક્ષા પેપર લીક થવાના કારણે મોકૂફ રાખવામાં આવી હતી. આ પરીક્ષા રદ થતા રાજ્યભરના 8.75 લાખ જેટલા યુવા ઉમેદવારોને તકલીફ પડી અને પરીક્ષા સ્થળે આવવા-જવાનો બિનજરૂરી ખર્ચ પણ ભોગવવો પડ્યો હતો. રાજ્ય સરકારે આ સંદર્ભમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજીને આગામી લેખિત પરીક્ષાનું પારદર્શી રીતે – ફૂલપ્રુફ વ્યવસ્થા અને કડક બંદોબસ્ત સાથે કોઇ પણ ક્ષતિ વગર આયોજન કરવાના હેતુસર સર્વગ્રાહી વિગતોનો પરામર્શ કર્યો હતો.

રાજ્ય પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ અને અધિક પોલીસ મહાનિદેશક વિકાસ સહાયે આ અંગેની વિગતો આપતાં જણાવ્યું છે કે, લોકરક્ષક ભરતી બોર્ડની લેખિત પરીક્ષા હવે આગામી તા. 6/1/2019 રવિવારે રાજ્યભરમાં યોજવામાં આવશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ પરીક્ષામાં ઉમેદવારી કરી રહેલા યુવા ઉમેદવારોને ફરીથી યોજાનારી પરીક્ષા આપવા જવા-આવવા એસ.ટી બસમાં વિનામૂલ્યે સુવિધા આપવાની જે જાહેરાત કરી હતી તેનો પણ આગામી તા.6/1/2019ના યોજાનાર પરીક્ષામાં અમલ કરવામાં આવશે તેમ વિકાસ સહાયે ઉમેર્યુ હતું.

મુખ્યમંત્રીએ પેપર લીક થવાના મામલે ગત તા. 2/12/2018ના યોજાનાર પરીક્ષા મુલતવી રાખીને હવે, નિર્દોષ – હોશિયાર – ઇમાનદાર યુવા ઉમેદવારોને પુરતી તક મળે અને સૌ ઉમેદવારો ખંતથી આગામી પરીક્ષાની તૈયારીમાં લાગી જાય તેવો ધ્યેય પણ આ નવી પરીક્ષા તા. 6/1/2019 એ જાહેર કરવા પાછળ રાખેલો છે એમ પણ ભરતી બોર્ડ અધ્યક્ષે જણાવ્યું છે.

વિકાસ સહાયે એમ પણ જણાવ્યું છે કે લોકરક્ષક ભરતી બોર્ડ તરફથી પરીક્ષાર્થીઓને નવા કોલ લેટર્સ ટૂંક સમયમાં ઇશ્યૂ કરવામાં આવશે.

  • મુખ્યમંત્રીના નિર્ણય અનુસાર ઉમેદવારોને ફરીથી યોજાનાર પરીક્ષામાં આવવા-જવા વિનામૂલ્યે એસ.ટી મુસાફરી સુવિધા અપાશે
  • પારદર્શી-ફૂલપ્રુફ – કડક બંદોબસ્ત વ્યવસ્થા સાથે ક્ષતિ રહિત પરીક્ષાના આયોજન માટે ઉચ્ચસ્તરીય બેઠક યોજાઇ
  • ઇમાનદાર-હોશિયાર-નિર્દોષ યુવા ઉમેદવારોને પૂરતી તક મળે - આગામી પરીક્ષાની તૈયારીમાં ખંત-ઉત્સાહથી લાગી જાય તેવો ધ્યેય
  • લોકરક્ષક ભરતી બોર્ડ ટૂંક સમયમાં ઉમેદવારોને નવા કોલ લેટર્સ ઇશ્યૂ કરશે

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp