ગર્લ્સ કોલેજનો તઘલકી ફતવો, કૂર્તિ પહેરશો તો સારા માંગા આવશે

PC: amazonaws.com

હૈદરાબાદની જાણીતી સેંટ ફ્રાંસિસ ગર્લ્સ કોલેજમાં વિદ્યાર્થીનીઓને ડ્રેસ કોડને લઈને નવો આદેશ આપવામાં આવ્યો છે. જે હેઠળ વિદ્યાર્થીનીઓએ સ્લીવ્સની સાથે ઘૂંટણથી નીચે સુધીની કૂર્તિઓ પહેરવાની રહેશે. સાથે જ કોલેજે શોર્ટસ, સ્લીવલેસ કે અન્ય પ્રકારના કપડા પહેરવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. નવા નિયમ લાગૂ થયા પછી જો વિદ્યાર્થીનીઓ તેનું પાલન નહી કરે તો તેમને ક્લાસમાં બેસવાની અનુમતિ આપવામાં આવશે નહી.

કોલેજે આ નિયમ 1 ઓગસ્ટથી લાગૂ કરી દીધો હતો. વિદ્યાર્થીનીઓ તેનો વિરોધ કરી રહી છે અને તેનો વીડિયો પણ બનાવ્યો છે. નવા નિયમને લઈને સ્ટુડન્ટ્સનું કહેવું છે, હાલના સમયમાં જ્યાં મહિલા સશક્તિકરણને લઈને વાત કરવામાં આવી રહી છે, એવામાં આ રીતનો હુકમ કરવો અભિયાનના વિરુદ્ધ છે.

સારા માંગા માટે ટ્રેડિશનલ વેર જરૂરીઃ

કોલેજની એક સ્ટુડન્ટે કહ્યું કે, સેમિસ્ટરની વચ્ચે આ રીતનો નિયમ જાહેર કરી દેવામાં આવ્યો છે. કોલેજના પ્રતિનિધિઓનું કહેવું છે કે, લાંબી કૂર્તિઓ પહેરવાથી સારા માંગા આવશે. સાથે કોલેજના અધિકારીઓ કહે છે, આ આદેશના વિરુદ્ધ અવાજ ઉઠાવવો સારી વાત નથી.

ઘૂંટણથી થોડી ઉંચી કૂર્તિ પહેરવા પર વિદ્યાર્થીનીઓને ત્રાસ આપવામાં આવી રહ્યો છે. જે સ્ટુડન્ટ્સ આ નિયમનું પાલન નથી કરી રહી તેમને કોલેજની બહાર ઊભા કરી દેવામાં આવે છે.

વિદ્યાર્થીનીઓની કૂર્તિની લંબાઈ માપવા માટે મહિલા ગાર્ડની પણ વ્યવસ્થા કોલેજે કરી છે. તે સ્ટુડન્ટ્સના ID કાર્ડ ચેક કરે છે અને કૂર્તિ ખેંચીને તેમની લંબાઈનું માપ લે છે. આ ડ્રેસ કોડ વિરુદ્ધ વિદ્યાર્થીનીઓ સોમવારથી પ્રદર્શન પર ઉતરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp