મહારાષ્ટ્રની તમામ સ્કૂલોમાં મરાઠી વિષય ફરજિયાત થશે

PC: hindustantimes.com

મહારાષ્ટ્રના ઉદ્યોગ મંત્રી સુભાષ દેસાઇએ મંગળવારે કહ્યું હતું કે, રાજ્ય સરકાર આવનારા વિધાનસભાના સત્રમાં એક બિલ લાવશે. જેમાં બધી શાળાઓમાં મરાઠી ભાષા ભણાવવી અનિવાર્ય રહેશે, પછી શાળા ભલે ગમે તે માધ્યમની હોય. શિવસેનાના નેતા સુભાષ દેસાઇએ કહ્યું હતું કે, આ બાબત માટે બિલની તૈયારી કરવામાં આવી રહી છે. તેમણે મુંબઇ પત્રકાર સંઘના એક સંવાદ કાર્યક્રમમાં આ વાત કહી હતી. તમને જણાવી દઇએ કે, મહારાષ્ટ્ર વિધાનસભાનું આવનારું સત્ર ફેબ્રુઆરી મહિનામાં શરૂ થશે.

સુભાષ દેસાઇએ કહ્યું હતું કે, સરકાર આવતા મહિને વિધાનસભાના સત્રમાં એક કાયદો બનાવશે, જેમાં બધી શાળાઓમાં ધોરણ 10 સુધી ફરજિયાત મરાઠી ભાષા ભણાવવી પડશે પછી ભલે શાળા ગમે તે ભાષાની હોય. તેમણે વધુમાં કહ્યું હતું કે, અંગ્રેજી માધ્યમની 25 હજાર શાળાઓ છે અને હવે અંગ્રેજી માધ્યમની શાળાઓ વધી રહી છે. આ શાળાઓમાં મરાઠી ભાષા ભણાવવામાં આવતી નથી અથવા તો ત્યાં મરાઠી ભાષા વૈકલ્પિક સ્વરૂપે રાખવામાં આવે છે. આવી તમામ શાળાઓમાં મરાઠી ભાષા ભણાવવી અનિવાર્ય રહેશે.

તમને જણાવી દઇએ કે, મહારાષ્ટ્રમાં હાલ NCP, કોંગ્રેસ અને શિવસેના ગઠબંધનની સરકાર ચાલી રહી છે. મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી શિવસેનાએ ભાજપ સાથે ગઠબંધન કરીને લડી હતી પરંતુ, બંને વચ્ચે અઢી-અઢી વર્ષના મુખ્યમંત્રી બનાવવાની બાબતે ભાજપ અને શિવસેના વચ્ચે સમાધાન થઇ શક્યું ન હતું અને આખરે મોટું રાજકીય નાટક રમાઇ ગયું અને અંતે શિવસેના, કોંગ્રેસ અને NCP ગઠબંધનવાળી સરકાર બની. જેમા શિવસેનાના પ્રમુખ ઉદ્વવ ઠાકરે મુખ્યમંત્રી બન્યા. હવે મહારાષ્ટ્ર વિધાનસભાનું સત્ર ફેબ્રુઆરીમાં શરૂ થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp