ધો-12 પછી NEET આપ્યા વગર આ મેડીકલ કોર્સ કરી શકો છો, લાખોમાં વેતન મળશે

PC: shiksha.com

 દર વર્ષે લાખો વિદ્યાર્થીઓ મેડીકલના ક્ષેત્રમાં ભવિષ્ય બનાવવા માટે NEET પરીક્ષા આપે છે. પરંતુ NEET આપ્યા વગર પણ કારકિર્દી બનાવી શકાય છે. એવા ઘણાં વિકલ્પો જેના દ્વારા તમે NEET આપ્યા વગર સારી નોકરી મેળવી શકો છો. અને લાખોમાં કમાણી કરી શકો છો.

NEET પરીક્ષા 17 જુલાઈ 2022એ આયોજિત કરવામાં આવી હતી. જેમાં આશરે 18 લાખ ઉમેદવાર સમાવિષ્ટ થયા હતા. નેશનલ ટેસ્ટીંગ એજન્સી(NTA) દ્વારા પરિણામ જાહેર થયા બાદ NEETના સ્કોર પ્રમાણે દેશના ટોપ મેડીકલ કોલેજોના એમબીબીએસ અને બીડીએસ કોર્સીસમાં એડમિશન મળશે. મેડીકલ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માટે નેશનલ એલિજિલિટી એન્ટ્રેસ ટેસ્ટ(NEET) પરીક્ષા પાસ કરવી જોઈએ આ જરૂરી નથી. NEET પરીક્ષા કવોલિફાઈ કર્યા વગર પણ તમે મેડીકલ ક્ષેત્રમાં પોતાની કારકિર્દી બનાવી શકાય છે.

જો તમે ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજી અથવા ગણિત વિષયો સાથે ઈન્ટરમિડિયેટ ધો-12 પાસ છો તો તમે NEET પરીક્ષા વગર ઘણા મેડીકલ કોર્સમાં પોતાની કારકિર્દી બનાવી શકો છો. જેમ કે,

  • Bsc નર્સિંગ

Bsc નર્સિંગ ચાર વર્ષનો ગ્રેજયુએશન લેવલનો કોર્સ છે જેને કર્યા પછી ઉમેદવાર સ્ટાફ નર્સ, રજીસ્ટર્ડ નર્સ(RAN), નર્સ શિક્ષક, મેડીકલ કોડર જેવી પોસ્ટ માટે અરજી કરી શકો છો. નર્સિંગ માટે એમ તો NEET જરૂરી નથી પરંતુ ઘણા રાજ્યોમાં NEETના સ્કોરના માધ્યમથી બીએસસી નર્નિંગના એડમિશન થવા લાગ્યા છે. આ કોર્સ પછી ઉમેદવારને વર્ષમાં 3 લાખ રૂપિયાથી 8 લાખ રૂપિયા સુધીનો પગાર મળી શકે છે.

  • Bsc ન્યુટ્રીશ્યન અને ડાયટિશ્યન, ફૂડ ટેકનોલોજી, હ્રુમન ન્યુટ્રીશ્યન

આ કોર્સ ત્રણથી ચાર વર્ષમાં કરી શકાય છે. તેને પૂર્ણ કર્યા પછી ન્યુટ્રિશનિસ્ટ, ફૂડ ટેકનોલોજિસ્ટ અને રિસર્ચ પદ પર નોકરી મેળવી શકાય છે. જ્યાં તમે વર્ષના 5 લાખ રૂપિયા સુધીનું પેકેજ મેળવી શકો છો.

  • Bsc બાયોટેકનોલજી

ધો-12 પછી જો તમે NEET પરીક્ષા પાસ કર્યા વગર મેડીકલ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માંગો છો તો Bsc  બાયોટેકનોલોજી સારો વિકલ્પ છે. આ કોર્સ કરવા માટે તમને 35 હજાર રૂપિયાથી 1 લાખ ફી જમા કરવી પડી શકે છે. આ કોર્સ ત્રણથી ચાર વર્ષમાં પૂરો થાય છે. આ કોર્સ કર્યા પછી બાયોટેકનોલોજિસ્ટના પદ પર નોકરી કરી શકો છો, જ્યાં વર્ષનું પેકેજ 5 લાખ રૂપિયાથી 9 લાખ રૂપિયા સુધીનું હોઈ શકે છે.

  • Bsc એગ્રીકલ્ચર સાયન્સ

Bsc એગ્રીકલ્ચર 4 વર્ષનો અંડર ગ્રેજ્યુએટ બેચલર ડિગ્રીનો કોર્સ છે. ઘણી કોલેજમાં આ કોર્સમાં એડમિશન માટે એન્ટ્રેસ પરીક્ષા પણ આયોજિત કરે છે. જો તમે કોઈ સરકારી કોલેજ અને યુનિવર્સિટીથી Bsc એગ્રીકલ્ચર કરવા ઈચ્છો છો તો તમને 7 હજાર રૂપિયાથી 15 હજાર રૂપિયા એક વર્ષની ફી જમા કરવાની રહેશે. તેમજ ખાનગી કોલેજ અને યુનિવર્સિટીમાં તેની ફી 20 હજાર રૂપિયાથી 80 હજાર રૂપિયા પ્રતિ વર્ષ હોય છે. આ કોર્સ પછી તમે એગ્રોનોમિસ્ટ, એગ્રીકલ્ચર વૈજ્ઞાનિક અને એગ્રીબિઝનેસ જેવા પદ પર કામ કરી શકો છો. આ કોર્સ પછી તમે વર્ષમાં 5 લાખથી 9 લાખ રૂપિયા સુધી કમાઈ શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp