26th January selfie contest

તકિયા સાથે અથવા સીનિયર્સ સાથે અપ્રાકૃતિક સેક્સ કરો, મેડિકલ કોલેજમાં રેગિંગ

PC: ndtv.com

મધ્ય પ્રદેશના ઈન્દોરમાંથી એક મેડિકલ કોલેજમાં ફર્સ્ટ યરના વિદ્યાર્થી સાથે રેગિંગનો ગંભીર મામલો સામે આવ્યો છે. મહાત્મા ગાંધી મેમોરિયલ મેડિકલ કોલેજના ફર્સ્ટ યરના સ્ટુડન્ટ્સે પોતાના સીનિયર્સ (થર્ડ યર સ્ટુડન્ટ્સ) પર રેગિંગ, યૌન શોષણ અને માર મારવાનો આરોપ લગાવ્યો છે. સ્ટુડન્ટ્સે જણાવ્યું કે, તેમના સીનિયર્સે તેમને તકિયા સાથે અનનેચરલ સેક્સ કરવા માટે મજબૂર કર્યા અને તેમની પાસે વિદ્યાર્થીનીઓ પર અશ્લીલ કમેન્ટ્સ પણ કરાવી.

મીડિયા રિપોર્ટ અનુસાર, સીનિયર સ્ટુડન્ટ્સ, જુનિયર સ્ટુડન્ટ્સનું ત્રણ મહિનાથી રેગિંગ કરી રહ્યા હતા. આ મામલામાં એક જૂનિયર સ્ટુડન્ટે કોલેજની એન્ટી રેગિંગ કમિટી ઉપરાંત દિલ્હીમાં UGCને પણ ફરિયાદની સાથે પુરાવા પણ મોકલ્યા. પુરાવામાં ઓડિયો, વીડિયો અને ફોનના ચેટિંગ સાથે સંકળાયેલા પુરાવા હતા. ફરિયાદ બાદ કોલેજના ડીને પોલીસ ફરિયાદ કરી હતી અને પુરાવા પોલીસને મોકલ્યા હતા. ત્યારબાદ આરોપી સીનિયર સ્ટુડન્ટ્સ વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે.

મીડિયા રિપોર્ટ અનુસાર, સ્ટુડન્ટ્સનું રેગિંગ કોલેજમાં નહોતું થતું. સીનિયર્સ તેમને પોતાના ફ્લેટ અથવા કોઈ અન્ય લોકેશન પર બોલાવતા હતા. આથી, કોલેજ પ્રશાસને તપાસને બદલે ડાયરેક્ટ FIR દાખલ કરાવી.

શું-શું થતું હતું રેગિંગમાં?

મીડિયા રિપોર્ટ અનુસાર, સીનિયર વિદ્યાર્થી ઘણા પ્રકારે જૂનિયર્સને હેરાન કરતા હતા.

જુનિયર્સને તમામ સીનિયર્સનું આખુ નામ અને આખુ એડ્રેસ પૂછવામાં આવતું હતું. ખોટું જણાવવા પર તમાચા મારતા હતા અથવા જુનિયર્સને એકબીજાને તમાચા મારવા માટે કહેતા હતા. તમાચાનો અવાજ ના આવે તો ફરી તમાચો મારવા માટે કહેવામાં આવતું હતું.

રોજ શેવિંગ કરવા માટે કહેવામાં આવતું હતું.

જુનિયર્સ સાથે મોટા અવાજે અશ્લીલ વાતો કરતા હતા.

દરેક વખતે અલગ-અલગ જગ્યાએ બોલાવતા હતા અને કોઈ વિદ્યાર્થી મોડો આવે તો તેની પાસે ઉઠક-બેઠક કરાવવામાં આવતી હતી. થાક્યા બાદ પણ સ્ટુડન્ટ્સને બેસવા દેવામાં આવતો નહોતો.

સ્ટુડન્ટ્સના મોજા પર તેમનો મોબાઈલ નંબર લખાવતા હતા. પછી તે મોજાને કોઈક ખાસ જગ્યાએ મુકાવતા હતા. ત્યાંથી સીનિયર નંબર લઈને તેને ફોન કરતા અને પોતાના ફ્લેટ પર બોલાવતા. ફ્લેટમાં પાંચ-પાંચ કલાક બેસાડી રાખતા હતા.

ઘણીવાર સીનિયર પોતાના સાથીઓ સાથે જૂનિયર્સને અપ્રાકૃતિક સંબંધ બનાવવા માટે કહેતા હતા. ફ્લેટ પરથી આવ્યા બાદ કહેતા હતા કે જે થયું તેને ભૂલી જાઓ.

જૂનિયર્સને લાઈબ્રેરી, કેન્ટિન અને વોટર કૂલરની આસપાસ પણ જવા નહોતા દેતા. કોઈ જાય તો તેને અટકાવી દેતા હતા.

પોતાના બેચની છોકરીઓના નામ બોલાવવા અથવા તેની સાથે અશ્લીલ હરકત કરવા માટે કહેતા હતા. 

આ અંગે કોલેજના ડીન ડૉ. સંજય દીક્ષિતે જણાવ્યું હતું કે, રવિવારે મને રેગિંગની ફરિયાદ મળી. મેં મામલો તરત જ એન્ટી રેગિંગ કમિટી સુધી પહોંચાડ્યો. કમિટીએ આરોપી સીનિયર્સ પર FIR દાખલ કરાવવાની વાત કહી. મામલામાં પીડિત સ્ટુડન્ટ્સ દ્વારા તમામ પુરાવા પણ પોલીસને આપવામાં આવ્યા. પોલીસે જણાવ્યું કે, આ મામલામાં 8 સીનિયર્સના નામ સામે આવ્યા છે. તમામ આરોપી સ્ટુડન્ટ્સ વિરુદ્ધ એન્ટી રેગિંગ એક્ટની કલમ 294, 323, 506 અંતર્ગત મામલો દાખલ કરાવવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp