બની રહી છે એવી ડિજિટલ શાળા, જેમાં શિક્ષકો નહીં હોય, દરેક ગામમાં ખુલશે

PC: indiatoday.in

મોદી સરકાર ડિજિટલ ઇન્ડિયાને સતત પ્રોત્સાહન આપી રહી છે. આ કડીમાં હવે કેન્દ્ર સરકાર ડિજિટલ સ્કૂલનો કોન્સેપ્ટ લઇને આવી રહી છે, જ્યાં બાળકો શિક્ષક વગર ભણી શકશે. ડિજિટલ સ્કૂલ CSC એટલે કે, કોમન સર્વિસ સેન્ટરની મદદથી ખોલવામાં આવશે. CSC ઇ ગવર્નન્સ સર્વિસિઝ ઇન્ડિયા લિમિટેડના મેનેજિંગ ડિરેકટર ડો. દિનેશ ત્યાગીએ કહ્યું કે, ભારત સરકારની કોશિશ છે કે, દરેક ગામમાં ડિજિટલ સ્કૂલ ખોલવામાં આવશે, જ્યાં, શિક્ષકો વિનાની શાળા હશે.

ડૉ. દિનેશ ત્યાગીએ જણાવ્યું કે, ટુંક સમયમાં દેશમાં ડિજિટલ સ્કૂલ ખોલવામાં આવશે. આ સ્કૂલમાં ઇ લર્નિંગ કોર્સની સુવિધા મળશે. આ સ્કૂલ માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ઓગમેન્ટેડ રિયાલિટીની મદદથી ઇ લર્નિંગ કોર્સ તૈયાર કરવામાં આવશે, જ્યાં ડિજિટલ ડિવાઇસ કનેક્ટિવિટી થી બાળકો ONLINE સવાલ પૂછી શકશે, જેનો બાળકોને રિયલ ટાઇમ જવાબ મળશે. ડો. ત્યાગીએ ઉદાહરણ આપતા કહ્યું હતું કે, ઇ લર્નિગ કોર્સમાં છોકરાઓ જો L ફોર લાયન બોલશે, તો સ્ક્રીન પર સિંહનો ફોટો આવશે. આ રીતે એપલ બોલશે તો સ્ક્રીન પર સફરજન આવશે.  આ પ્રકારનું શિક્ષણ છોકરાઓમાં ભણતર પ્રત્યેની જાગૃતિને વધારશે. તેમણે કહ્યુ કે, કેટલાક બાળકો  અંતર્મુખી હોય છે, સાથે જ કેટલાક ટીચર પ્રત્યે ડરના કારણે સવાલ નથી પૂછતા, એવા છોકરાઓ માટે ડિજિટલ સ્કૂલ મદદગાર સાબીત થઇ શકે છે.

ડૉ. દિનેશ ત્યાગીએ કહ્યું કે ડિજિટલ સ્કૂલ એક નવી રીતની શરૂઆત છે, જે દરેક CSC સેન્ટર પર ખોલવાની યોજના છે. ત્યાગીએ કહ્યું કે, અમારી કોશિશ ડિજિટલ સ્કૂલના કોન્સેપ્ટને ઝડપી બનાવવાનો છે. સરકાર આવનારા દિવસોમાં ડિજિટલ સ્કૂલનો વિસ્તાર વ્યાપ વધારીને ને 6 લાખ CSC સેન્ટર ઉભા કરશે.

ડૉ. દિનેશ ત્યાગીએ કહ્યું કે, અમારી ઇચ્છા છે કે, પહેલી ડિજિટલ સ્કૂલ હરિદ્વારમાં ખોલવામાં આવે. ત્યાગીએ કહ્યું કે, 5Gના લોન્ચિંગ બાદ ડિજિટલ સ્કૂલ ખોલવાની સંખ્યામાં ઝડપથી વધારો આવશે. Tech સ્ટાર્ટઅપ સુગરબોક્ષ સરકારની ડિજિટલ સ્કૂલ ખોલવામાં મદદ કરી શકે છે. સુગરબોક્ષ ગ્રામીણ વિસ્તારોમાં મફત ઇન્ટરનેટ કનેક્ટિવિટી ઓફર કરે છે. જેને કારણે ઇન્ટરનેટની સુવિધા વગરના વિસ્તારોમાં ઇલર્નિંગની સુવિધા મળશે, જે વડાપ્રધાન મોદીની ડિજિટલ ઇન્ડિયાની માર્ગમાં સીમાચિહ્નરૂપ સાબિત થશે.સાથે જ છોકરાઓના સ્કૂલ ડ્રોપની સંખ્યામાં પણ મોટો ઘટાડો નોંધાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp