વિટામીન Dની ઉણપને કારણે વિદ્યાર્થીઓને સ્કૂલમાં તડકામાં બેસાડાશે

PC: hindustantimes.com

એક ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે, જેમાં ઉત્તર પ્રદેશમાં સ્કૂલોના વિદ્યાર્થીઓને તડકામાં બેસાડવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું કહેવાય છે. ઉત્તર પ્રદેશની તમામ સરકારી સ્કૂલોમાં હવે સવારની પ્રાર્થના સભા અને અભ્યાસક્રમ સિવાયની અન્ય ગતિવિધિઓને ક્લાસ કે ઓડિટોરિયમમાં કરાવવાની જગ્યાએ ખૂલ્લામાં કરાવવામાં આવશે. આ વિચારની પાછળ વિદ્યાર્થીઓના શરીરમાં કેલ્શિયમ અને વિટામીન Dની ઉણપ હોવાનું કારણ જવાબદાર છે.

માનવ સંશાધન વિકાસ મંત્રાલય દ્વારા હાલમાં જ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને એક નિર્દેશ આપવામાં આવ્યો હતો, ત્યાર બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં કહેવામાં આવ્યું હતું કે, વિટામીન Dની ઉણપને કારણે થનારી બીમારીઓ જેવી કે રિકેટ્સથી બચવા માટે સૂર્યના પ્રકાશમાં વધુમાં વધુ શારીરિક ગતિવિધિઓનું આયોજન કરવામાં આવે.

ઉત્તર પ્રદેશના એડિશનલ ડિરેક્ટર લલિતા પ્રદિપે કહ્યું હતું કે, સ્કૂલોમાં હવે સવારની પ્રાર્થના અને અન્ય ગતિવિધિઓનું આયોજન ખૂલ્લા આકાશની નીચે કરવામાં આવશે. ગામોમાં કેટલીય સ્કૂલોમાં સવારની સભા બહાર થાય છે, પરંતુ જે સ્કૂલ શહેરી અને અર્ધ-શહેરી વિસ્તારોમાં આવે છે, તેમને આ નિર્દેશનું પાલન કરવું પડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp