દેશમાં આ જગ્યાએ 61 ટકા લોકોને ખાનગી કરતા સરકારી સ્કૂલે બાળકોને મોકલવા વધુ પસંદ

PC: hindustantimes.com

દેશમાં અહીં સરકારી સ્કૂલોમાં શિક્ષાનું સ્તર એ રીતે સુધર્યું કે ત્યાંના 61 ટકા લોકોનું કહેવું છે કે, તેમને પોતાના બાળકોને ખાનગી સ્કૂલો કરતા સરકારી સ્કૂલોમાં મોકલવું વધારે પસંદ છે. નેતા એપ બૈરોમીટર સર્વે દ્વારા આ જાણકારી સામે આવી છે.

દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા આ સર્વે કરવામાં આવ્યો હતો. દિલ્હીની સરકારી સ્કૂલોમાં શિક્ષણનું સ્તર ખૂબ જ વધારે સુધરી ગયું છે. તેનું જ પરિણામ છે કે ત્યાંના લોકોને પોતાના બાળકોને ખાનગી કરતા સરકારી સ્કૂલે ભણવા મોકલવા વધારે પસંદ છે. નેતા એપએ દિલ્હીમાં અરવિંદ કેજરીવાલની આગેવાનીવાળી AAP સરકારના પાછલા વર્ષોના પ્રદર્શનને માપવા માટે આ સર્વે કર્યો.

આ સર્વે 20-27 જાન્યુઆરીની વચ્ચે દિલ્હીના દરેક 70 નિર્વાચન ક્ષેત્રોમાં 40000થી વધારે નાગરિકો પર આધારિત હતો. લોકોને શિક્ષા અને સ્વાસ્થ્યના મામલે AAP સરકારની કામગીરી બાબતે પ્રશ્ન પૂછવામાં આવ્યા જેના આધારે માહિતી ભેગી કરલામાં આવી.

દિલ્હી સરકારી સ્કૂલોનું પ્રદર્શન કેજરીવાલ સરકાર માટે ચૂંટણીમાં પ્રમુખ મુદ્દો છે. હાલમાં જ ભાજપાએ એક વીડિયો શેર કર્યો હતો, જેમાં દિલ્હીની સરકારી સ્કૂલોની બિલ્ડીંગ ખસ્તા હાલતમાં જોવા મળી હતી. જોકે, મુખ્યમંત્રી કેજરીવાલે તે વીડિયોને ખોટો ગણાવ્યો હતો અને શિક્ષામાં સુધારો કરવાની વાત કરી હતી.

આ સર્વે અનુસાર, 80 ટકા લોકોનું એવું પણ માનવું છે કે દિલ્હીમાં સ્વાસ્થ્ય સેવા AAP સરકાર આવ્યા બાદ વધારે સારી થઈ છે. દિલ્હીમાં 8 ફેબ્રુઆરી ના રોજ ચૂંટણી છે જેનું પરિણામ 11 ફેબ્રુઆરી ના રોજ સામે આવી જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp