શાળાના શિક્ષણમાં માતૃ ભાષા ફરજિયાત બનાવવી જોઈએ: નાયડુ

PC: http://pib.nic.in

ભારતના રાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુએ જણાવ્યું હતું કે તમામ રાજ્યોમાં શાળાના શિક્ષણમાં માતૃભાષાને ફરજિયાત બનાવવી જોઈએ. તેઓ અમદાવાદમાં ડૉ. બી.આર. આંબેડકર ઓપન યુનિવર્સિટી (BAOU) અને ઈન્દીરા ગાંધી ઓપન યુનિવર્સિટી (IGNOU)ના સંયુક્ત ઉપક્રમે 'જર્ની ઓફ ઈન્ડીયન લેંગ્વેજીસ : 'પરસ્પેકટિવ ઓન કલ્ચર એન્ડ સોસાયટી' વિષય પર આયોજિત બે દિવસની આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સના ઉદઘાટન સમારંભમાં બોલી રહ્યા હતા.

ગુજરાતના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા, ગુજરાત સરકારના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણનાં અગ્ર સચિવ અંજુ શર્મા, BAOUના વાઈસ ચાન્સેલર ડો.પંકજ વાણી અને IGNOUના વાઈસ ચાન્સેલર ડો. રવિન્દ્ર કુમાર તથા અન્ય મહાનુભવો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.

ઉપરાષ્ટ્રપતિએ કહ્યું હતું કે, ભાષા એ સમાજનો આત્મા છે, અને માનવ અસ્તિત્વને બાધી રાખનાર દોરી સમાન છે. આ ઉપરાંત તે આદિકાળથી વિચારો, લાગણીઓ અને સંવેદનાઓની અભિવ્યક્તિનું વાહન બની રહી છે. તેમણે વધુમાં જણાવ્યું કે “આપણો સમાજ એ હકિકતને આધારે ઓળખાય છે કે ભાષા એ સંસ્કૃતિની જીવનરક્ત છે અને સંસ્કૃતિની નિર્માણ ખંડ છે. સંસ્કૃતિની સમૃધ્ધિ એની શબ્દાવલી અને વાક્ય રચનાને આધારે સ્પષ્ટ બનતી હોય છે. ''

નાયડુએ કહ્યું હતું કે ''બાળકો શાળાના સ્તરે ઓછામાં ઓછી એક ભાષા પર પ્રભુત્વ મેળવે તે તરફ પૂરતુ ધ્યાન આપવામાં આવતું નથી. આના કારણે આગળના ભણતરનો પાયો નબળો પડે છે. આપણને સારા સંશોધનોની જરૂર છે, કે જેમનો ઉદ્દેશ ઉત્તમ વિવેચનલક્ષી, ઐતિહાસિક, સૈદ્ધાંતિક અને સર્જનાત્મક વિદ્વતા દ્વારા વિવિધ કાળ, શૈલી અને ભાષાશાસ્ત્રના સંશોધનનાં ક્ષેત્રોને આવરી લેવાનો હોય.''

તેમણે જણાવ્યું હતું કે, “ઓપન યુનિવર્સિટીઝ ઘણી મોટી સંખ્યામાં વિદ્યાર્થી સમુદાયને ઉચ્ચ શિક્ષણ ઉપલબ્ધ કરાવતી હોય છે. તે સુગમ અભ્યાસ કાર્યક્રમ ઓફર કરીને મહિલાઓ અને વિવિધ વ્યવસાય કરનારા લોકોને કોઈ પણ સ્થળે અને કોઈ પણ સમયે ભણવાની તક પૂરી પાડે છે.

તેમણે કહ્યું હતું કે ''યુનિવર્સિટીઝ સતત ઈનોવેશન કરતી રહે છે અને વિવિધ રાજ્યોના અને બહારના અભ્યાસાર્થીઓને તે જે ભાષા ભણવા માગતા હોય તે ભણવાની તક પૂરી પાડે છે. તેમણે BAOU અને IGNOUને ઉચ્ચ શિક્ષણ ઓફર કરવાની તથા દેશના કરોડો લોકોની શિક્ષણની મહેચ્છા પૂરી કરીને પ્રશંસાપાત્ર સર્વિસ પૂરી પાડવા બદલ અભિનંદન આપ્યા હતા.''

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp