NEET રિઝલ્ટમાં આકાંક્ષાને પણ મળ્યા 100%, પણ આ કારણે ટોપર બન્યો શોએબ આફતાબ

PC: thgim.com

દેશની મેડિકલ કોલેજોમાં એડમિશન માટે યોજાયેલી NEET પરીક્ષા (National Eligibility cum Entrance Test)નો ટોપર ઓડિશાનો શોએબ આફતાબ રહ્યો છે. શોએબનું રિઝલ્ટ 100 ટકા રહ્યું છે અને તેને 720માંથી 720 અંક મળ્યા છે. જોકે, દિલ્હીની આકાંક્ષા સિંહનું પણ રિઝલ્ટ 100 ટકા રહ્યું અને તેને પણ 720 અંક મળ્યા પરંતુ તે NEET પરીક્ષાની ટોપર ના બની શકી. આકાંક્ષાનો ઓલ ઈન્ડિયા રેન્ક 2 છે. આખરે આવુ શા માટે? તો તેનો જવાબ છે NEET પરીક્ષાને સંચાલિત કરનારી નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)ની ટાઈ બ્રેકિંગ પોલિસી. એટલે કે જ્યારે બે વિદ્યાર્થીઓના અંક એક સમાન હોય તો પહેલો ટોપર કોને જાહેર કરવામાં આવે. આ પોલિસીના આધાર પર શોએબ નંબર વન બન્યો. જ્યારે તે સ્થાન આકાંક્ષાના હાથમાંથી નીકળી ગયું.

રેકોર્ડ અનુસાર, શોએબની ઉંમર આકાંક્ષા કરતા વધુ હતી. આથી NTAની પોલિસી અનુસાર, શોએબને ટોપર જાહેર કરવામાં આવ્યો. એક અધિકારીએ કહ્યું કે, ઓડિશાના શોએબ આફતાબ અને દિલ્હીની આકાંક્ષા સિંહ બંનેએ 720 અંક મેળવ્યા હતા, પરંતુ આફતાબની ઉંમર વધુ છે આથી તેને નેશનલ રેંકિંગમાં ટોપ પર રાખવામાં આવ્યો છે. NTA ટાઈ બ્રેકિંગની સ્થિતિમાં ટોપર જાહેર કરવા માટે ઉંમર, વિષયવાર મળેલા અંક અને ખોટા જવાબોની સંખ્યાને ધ્યાનમાં રાખવામાં આવે છે.

NTAની ટાઈ બ્રેકિંગ પોલિસીનો વિસ્તાર સમજાવતા એક અધિકારીએ કહ્યું, પરીક્ષાર્થીનું રેંકિંગ નિર્ધારણ સૌથી પહેલા જીવ વિજ્ઞાન અને રસાયણ શાસ્ત્રમાં મળેલા અંકોના આધાર પર થાય છે, પરંતુ જો આ સ્થિતિમાં પણ રેંકિંગનું નિર્ધારણ ના થઈ શકે તો ખોટા સવાલોના જવાબને ધ્યાનમાં રાખીને રેંકિંગ બનાવવામાં આવે છે. ત્યારબાદ ઉંમરના આધાર પર રેંકિંગ નક્કી કરવામાં આવે છે, અહીં જેની ઉંમર વધુ હોય છે તેને પ્રાથમિકતા આપવામાં આવે છે.

NEET પરીક્ષામાં 4 બાળકોને 720માંથી 715 અંક મળ્યા. પરંતુ આ પોલિસીના આધાર પર તુમ્માલા સ્નિક્તા (તેલંગણા), વિનીત શર્મા (રાજસ્થાન), અમૃષા ખેતાન (હરિયાણા) અને ગુથી ચૈતન્ય સિંધૂને ક્રમશઃ ત્રીજો, ચોથો, પાંચમો અને છઠ્ઠો રેન્ક મળ્યો છે. આ રીતે 8થી લઈને 20 નંબર સુધીમાં આવનારા બાળકોએ 710 અંક મેળવ્યા છે, જ્યારે 25થી 50 નંબર સુધીનો રેન્ક મેળવનારા વિદ્યાર્થીઓને 705 અંક મળ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp