વધારે ફી લેનારી શાળાઓએ હવે વાલીઓને ફી પરત આપવી પડશે

PC: livemint.com

ખાનગી શાળાઓ વિદ્યાર્થીઓના વાલીઓની પાસેથી અલગ-અગગ બહાનાઓ હેઠળ તોતિંગ ફીની વસૂલાત કરતી હોય છે. ખાનગી શાળાઓ દ્વારા બેફામ ઉઘરાવવામાં આવતી ફી પર લગામ લગાવવા માટે સરકાર દ્વારા FRCની રચના કરવામાં આવી હતી. જેથી ખાનગી શાળાઓ કેટલી ફી લઇ શકે તે FRC દ્વારા નક્કી કરવામાં આવે છે. FRCએ નક્કી કરેલી ફી કરતા વધારે રકમ શાળાઓ ઉઘરાવે છે, તો શાળાના સંચાલકોએ વધારાની ફી વિદ્યાર્થીઓના વાલીઓને પરત આપવી પડશે.

રિપોર્ટ અનુસાર શિક્ષણ વિભાગના સુત્રો અનુસાર નવી ખુલેલી શાળાઓએ એક વર્ષના સમયમાં પોતાની શાળાની તમામ ધોરણની ફી FRCમાં માન્ય કરાવી પડશે અને ફી માન્ય કરાવવા માટે શાળાઓ દ્વારા આપવામાં આવતા એફિડેવિટમાં તમામ હિસાબો ફરજીયાત પણે રજૂ કરવાના રહેશે. આ એફિડેવિટમાં શાળાએ વાલીઓ પાસેથી અલગ-અલગ બહાના હેઠળ ઉઘરાવેલી ફી FRCએ માન્ય કરેલી ફી કરતા વધારે હશે તો શાળાના સંચાલકોએ તફાવતની રકમ વિદ્યાર્થીઓના વાલીઓને પરત કરવાની રહેશે. નવી શાળાની માન્યતા મેળવવા માટે સ્કૂલ પાસેથી FRC દ્વારા કુલ 31 પ્રકારના ડોક્યુમેન્ટની માંગણી કરવામાં આવી છે. આ દસ્તાવેજોમાં સ્કૂલનો ભાડા કરાર, સ્કૂલના ફોટા અને શાળાના હિસાબોનો સમાવેશ થાય છે અને આ સાથે સાથે બોર્ડ દ્વારા એવી પણ સ્પષ્ટ કરવામાં આવી છે કે, શાળા પાસે નક્કી કર્યા અનુસાર મેદાન નહોય તો શાળાએ ઓનલાઈન અરજી કરવી નહીં.

આ બાબતે વાલી મંડળના આગેવાન પ્રકાશ કપાડિયાનું કહેવું છે કે, વાલી મંડળને એવી ફરિયાદ મળી હતી કે, નવી બનેલી શાળાઓ વધારે ફી ઉઘરાવી રહી છે. નવી બનેલી શાળાઓ માન્યતા મળ્યાના પહેલા વર્ષે વધારે પોતાની શાળાની ફેસેલીટી બતાવીને ઉઘરાવી રહી હતી પરંતુ દરેક શાળાઓ સરકારના નિયમ પ્રમાણે ફી લઇ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp