રાજ્ય સરકારે આરોગ્ય અને શિક્ષણની ખાસ ચિંતા કરી છેઃ નીતિન પટેલ

PC: Khabarchhe.com

નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું છે કે, શાળાઓમાં 100 ટકા નામાંકન થાય, ધો-8માં પાસ થયેલા પ્રત્યેક બાળકનો ધો-9માં અવશ્ય પ્રવેશ થાય અને દરેક બાળક શિક્ષણ સાથે સંસ્કૃત સહિત ભાષાકીય જ્ઞાન અને યોગ, કાવ્ય પઠન, સાંસ્કૃતિક પ્રવૃતિઓ જેવી ઇતર બાબતોમાં પણ પારંગત થાય તે સમગ્ર વિષયોને આવરી લઇ શાળા પ્રવેશોત્સવ અભિયાન સ્વરૂપે ઉપાડીને ગુજરાત પાછલા દોઢ દાયકામાં શિક્ષણ ક્ષેત્રે આમૂલ પરિવર્તન લાવનારૂં પથદર્શક રાજ્ય બન્યું છે.

આજે મહેસાણા જિલ્લાના ચરાડુ અને ગોઝારીયા ખાતે ગ્રામીણ શાળા પ્રવેશોત્સવમાં વિદ્યાર્થીઓના નામાંકન કરાવ્યા બાદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શરૂ કરેલ કન્યા કેળવણી મહોત્સવ લોકોત્સવ બન્યો છે.રાજ્ય સરકાર પ્રાથમિક અને માળખાકીય સુવિધાઓ માટે વિશેષ ચિંતા કરી છે. બાળક સુશિક્ષિત બની ભવિષ્યના રાષ્ટ્રનું નિર્માણ કરે તે દિશામાં રાજ્ય સરકાર કામ કરી રહી છે.

નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું કે, રાજ્ય સરકારે શિક્ષણ અને આરોગ્યની વિશેષ ચિંતા કરી છે. રાજ્યમાં ગણવેશ માટે રકમ વધારવામાં આવી છે આ ઉપરાંત આંગણવાડીના બાળકોને ગણવેશ મળે તે માટેનું આયોજન કરાયું છે. નરેન્દ્ર મોદીએ શરૂ કરેલ શિક્ષણયાત્રામાં જનભાગીદારી જોડાઇ રહી છે.

નાયબ મુખ્યમંત્રીએ ધારાસભ્ય ગ્રાન્ટમાંથી ગોઝારીયા હાઇસ્કુલના કંમ્પાઉન્ડની દિવાલ માટે રૂ. 05 લાખના અનુદાનની જાહેરાત કરી હતી. નાયબ મુખ્યમંત્રીએ રૂ.18 લાખના ખર્ચે નિર્માણ પામનાર ચરાડુના નવીન ગ્રામપંચાયતનું ખાતમુર્હુત કર્યું હતું આ મકાન આગામી 06 મહિનામાં તૈયાર થનાર છે.

નાયબ મુખ્યમંત્રીએ આંગણવાડી, ધોરણ 01, ધોરણ 06 અને ધોરણ 09ના બાળકોને પ્રવેશે કરાવ્યો હતો. આ ઉપરાંત શાળામાં શૈક્ષણિક સુવિધાઓ, અન્ય સુવિધાઓ સહિત વિવિધ બાતોની સર્વગ્રાહી સમીક્ષા કરી જરૂરી સૂચનો કર્યા હતા. નાયબ મુખ્યમંત્રીએ શાળા પટાંગણમાં વૃક્ષારોપણ કરી વૃક્ષનું જતન કરવાની મીઠી ટકોર કરી હતી.

નાયબ મુખ્યમંત્રી દ્વારા દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. શાળા પ્રવેશોત્વના કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ દ્વારા યોગ નિદર્શન, સ્વાગત ગીત અને વિવિધ વિષય પર અમૃત વચન રજુ કરાયું હતું. આ ઉપરાંત વિદ્યાર્થીનીઓને સરસ્વતી સાધના યોજના તળે સાયકલ આપવામાં આવી હતી.

કાર્યક્રમમાં એ.પી.એમ.સીના ચેરમેન ખોડા પટેલ સહિત અગ્રણીઓ જિલ્લા શિક્ષણાધિકારી જી.ડી.પટેલ, પદાધિકારીઓ, અધિકારીઓ, શિક્ષકો, કેળવણી મંડળના હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp