ઉત્તર ગુજ. યુનિ.એ પાટણના ધારાસભ્ય વિરુદ્ધ નોંધાવી ફરિયાદ

PC: facebook.com/drkiritcpatel

પાટણની ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજોની ભરતી પ્રક્રિયા તેમજ પતનની MSW કોલેજની ભરતી પ્રક્રિયામાં વર્ષ 2012થી 2016 દરમિયાન થયેલી આવકના હિસાબો જે તે સમયના MSWના પ્રિન્સિપાલ અને હાલના ધારાસભ્ય ડૉ. કિરીટ પટેલ દ્વારા રજૂ નહીં કરીને રૂપિયા દોઢ કરોડ ઉચાપત કરી હોવાની પોલીસ ફરિયાદ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. બી. એ. પ્રજાપતિએ નોંધાવી છે.

યુનિવર્સિટીના કુલપતિના જણાવ્યા મુજબ ભરતી પ્રક્રિયા માટે જે કોલેજના પ્રિન્સિપાલ કિરીટ પટેલ હતા તે MSW કોલેજને ભરતી પ્રક્રિયા કરવાની મંજૂરી અપાઈ હતી. જેમાં જે રસીદોની પાકી પાવતી હોવી જોઈએ, તેના બદલે કોરા કાગળની પાવતીઓ પર અલગ અલગ સહીઓ કરી જે તે કોલેજોને આપવામાં આવી હતી. જે બોગસ હોઈ શકે છે. અને એટલે જ અમે કાયદાકીય સહારો લઈ સમગ્ર મામલાનો યોગ્ય નિર્ણય આવે તે દિશામાં કામગીરી હાથ ધરી છે.

તો આ બાબતને લઈને ધારાસભ્ય કિરીટ પટેલે પણ સોશ્યયલ મીડિયામાં પોતાની પ્રતિક્રિયા આપી છે. જેમાં જણાવ્યું છે કે અત્યાર સુધી જેટલી ભરતી પ્રક્રિયા યુનિવર્સિટી દ્વારા કરવામાં આવી છે, તેના પણ હિસાબો રજુ થયા નથી. માત્ર મને સરકારના ઈશારે હેરાન કરવા ફરિયાદ નોંધાવી છે. જો કે મેં હિસાબો યુનિવર્સિટીના કુલપતિને વોટ્સ એપ પર મોકલી આપ્યા હતા. અને તે સમયે કુલપતિએ મેસેજ કરીને જણાવ્યું હતું કે, આ હિસાબની કોઈ જરૂર નથી.

હાલ તો પાટણના ધારાસભ્ય વિરુદ્ધ પોલીસ ફરિયાદનો મામલો ગરમાઈ રહ્યો છે. ત્યારે અગામી દિવસોમાં તપાસમાં કેવા વળાંકો આવે છે. અને શું આ સમગ્ર મામલો રાજકીય રંગ પકડશે કે કેમ તે જોવાનું રહ્યું. પરંતુ હાલ તો ફરિયાદના પગલે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp