ઓનલાઇન ક્લાસ દરમિયાન ટીચરે 12મા ધોરણની વિદ્યાર્થિનીને નાચવા કહ્યું, થઈ ધરપકડ

PC: thenewsminute.com

તમિલનાડુના ઇરોડ જિલ્લામાં ખાનગી શાળાના એક શિક્ષકની સ્થાનિક પોલીસ દ્વારા POCSO એક્ટ 2012 (યૌન ગુનાઓથી બાળકોનું સંરક્ષણ) હેઠળ ધરપકડ કરવામાં આવી છે. તેના એક દિવસ બાદ વિદ્યાર્થીઓ અને વાલીઓએ સોમવારે ધરપકડ કરવાની માગણી કરતા વિરોધ પ્રદર્શન કર્યું. એક ખાનગી શાળાની 12મા ધોરણની વિદ્યાર્થિનીની ફરિયાદના આધાર પર પોલીસ દ્વારા શાળાના એક જીવ વિજ્ઞાનના શિક્ષકની ધરપકડ કરવામાં આવી છે. તેણે કથિત રીતે ઓનલાઇન ક્લાસો દરમિયાન વિદ્યાર્થીઓનું યૌન શોષણ કર્યું.

જ્યારે તેઓ ક્લાસમાં પરત આવવા લાગ્યા તો તેમને હેરાન કર્યા. રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે, તેણે 3 વિદ્યાર્થિનીઓને સ્પર્શીને, તેમને અભદ્ર બોલીને અને ઓનલાઇન ક્લાસ દરમિયાન તેમને નાચવા મજબૂર કરીને તેમનું યૌન ઉત્પીડન કર્યું. 49 વર્ષીય આરોપી ઇરોડના ચીનાપુરમની એક શાળામાં ભણાવે છે. જિલ્લા બાળ સંરક્ષણ એકાઈની ફરિયાદના આધાર પર પોલીસકર્મીઓએ શિક્ષકની POCSO એક્ટની કલમ 9 (F) (L) સાથે પઠિત 10 અને 11 (1) સાથે પઠિત 12 હેઠળ ધરપકડ કરવામાં આવી છે.

સોમવારે વિદ્યાર્થી પોતાની શાળા પાસેના એક માર્ગ પર ધરણાં પર બેસી ગયા જ્યારે પરિવાર, પોલીસ અધિકારી સાથે વાત કરતા નજરે પડ્યા. કરુરના અતિરિક્ત પોલીસ અધિક્ષક એ. કનકેશ્વરીએ કહ્યું કે, તેમણે વધુ ધરપકડની માગણી કરી છે પરંતુ, અમે બધા આરોપીઓની ધરપકડ કરી છે અને પૂછપરછ માટે તેમને કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા છે. પૂછપરછ દરમિયાન વધુ જાણકારી સામે આવશે. નવેમ્બરમાં તામિલનાડુમાં આ પ્રકારની ત્રીજી ઘટના છે. કરુર જિલ્લાની એક ખાનગી શાળાની ધોરણ 12ની એક વિદ્યાર્થિનીએ 19 નવેમ્બરના રોજ હસ્તલિખિત નોટ છોડીને આત્મહત્યા કરી લીધી હતી.

નોટમાં કહેવામાં આવ્યું હતું કે, યૌન ઉત્પીડનના કારણે તે પોતાનું જીવન ટૂંકાવી રહી છે. 17 વર્ષની છોકરીએ પોતાના ઘરની અંદર ફાંસી લગાવી લીધી હતી. તેણે કોઈ ગુનેગારનું નામ લીધું નહોતું. પોલીસ નોટના લખાણની પુષ્ટિ કરી રહી છે. આ આત્મહત્યામાં અસ્વાભાવિક મોતનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ મહિનાની શરૂઆતમાં કોયમ્બતુર જિલ્લામાં પણ 12માં ધોરણની એક વિદ્યાર્થિનીએ પોતાના ઘરમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. પોલીસ દ્વારા આ વર્ષની શરૂઆતમાં માર્ચ અને મે મહિના વચ્ચે યૌન ઉત્પીડન અને આત્મહત્યા માટે ઉશ્કેરવાના આરોપમાં શાળાના શિક્ષકની ધરપકડ કરવામાં આવી હતી. કાર્યવાહી ન કરવા પર શાળાના પ્રિન્સિપાલની POCSO એક્ટ હેઠળ ધરપકડ પણ કરવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp