વાલીમંડળનો CMને પત્ર, ધો.1થી 9ના પરિણામ અને બોર્ડની પરીક્ષા અંગે કરી આ રજૂઆત

PC: updates.com

કોરોના વાયરસને કારણે ભાગ્યે જ કોઈ એવું ક્ષેત્ર હશે જેને કોઈ માઠી અસર ન પહોંચી હોય. કોરોના વાયરસને કારણે અભ્યાસની સ્થિતિ ઓનલાઈન-ઓફલાઈન થતા વિદ્યાર્થીઓને પોતાના કરિયરની ચિંતા સતાવી રહી છે. જોકે, ઓનલાઈન એજ્યુકેશનથી અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓને સ્કૂલ યાદ આવે છે. ગુજરાત રાજ્યમાં સરકારે સ્કૂલ બાદ ઓફલાઈન ધોરણે ચાલતી કૉલેજ બંધ રાખવા પણ આદેશ કર્યા છે.

બીજી તરફ, મહારાષ્ટ્રમાં વધી રહેલા કેસને કારણે મહારાષ્ટ્ર સરકારે બોર્ડની પરીક્ષા સ્થગિત કરી છે. ગુજરાતમાં પણ વધી રહેલા કેસને ધ્યાને લઈને વાલીઓએ મુખ્યમંત્રીને એક પત્ર લખ્યો છે. ધો. 10 અને 12ની બોર્ડની પરીક્ષા મે મહિનામાં લેવા નિર્ણય લેવાયો હતો. પણ સતત વધી રહેલા કેસને કારણે વાલીઓની ચિંતા વધી ગઈ છે. વાલી મંડળે સ્પષ્ટતા કરી છે કે, જૂન મહિનામાં આ પરીક્ષાઓ લેવામાં આવે. જ્યારે ધો. 1થી 9ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવે. ઓલ ગુજરાત વાલી મંડળના પ્રમુખ નરેશ શાહે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીને એક પત્ર લખ્યો છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, હાલની સ્થિતિને ધ્યાને લેતા તમામ સરકારી કાર્યક્રમ બંધ રાખવામાં આવ્યા છે. મે મહિનામાં સ્કૂલની પરીક્ષા લેવી શક્ય નથી. એટલે ધો. 1થી 9ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવે. જ્યારે બોર્ડની પરીક્ષા જૂન મહિનામાં યોજવામાં આવે. નવું શૈક્ષણિક વર્ષ આમ પણ જૂન મહિનાથી શરૂ થાય છે. કુલ 240 દિવસ ભણતરના શૈક્ષણિક કેલેન્ડર અનુસાર ન મળી શકે. એટલે માસ પ્રમોશનનું એલાન કરાયું છે.

રાજ્યમાં બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર થઈ ચુક્યો છે. તા. 10મી મેથી ધો. 10 અને ધો. 12ની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે. જે તા. 25મી મે સુધી ચાલશે. ધો. 12ની પરીક્ષાનો સમય 3થી 6.30 સુધી છે. જ્યારે ધો. 10નો સમય 10થી 3.15 સુધીનો છે. કોરોના કાળને કારણે શિક્ષણને થયેલી માઠી અસરને જોતા અભ્યાસક્રમમાં 30 ટકાનો કાપ મુકવામાં આવ્યો છે. જ્યારે ધો. 12 સાયન્સના પ્રશ્નપત્રમાં 50 ટકા MCQ યથાવત રાખવામાં આવ્યા છે. ધો. 9થી 10ની સાથે ધો. 11 અને 12 સામાન્ય પ્રવાહના પેપરમાં હેતુલક્ષી પ્રશ્નો 20 ટકાની બદલે 30 ટકા કરાયા છે. ધો. 9થી 12ના અભ્યાસક્રમમાં કુલ 30 ટકાનો ઘટાડો કરાયો છે. ધો. 12 સાયન્સમાં 50 ટકા ઓપ્શનવાળા પ્રશ્નો તેમજ 50 ટકા વર્ણનાત્મક પ્રશ્નો યથાવત રખાયા છે. આ ઉપરાંત જનરલ ઓપ્શન પણ અપાયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp