ગુજરાતની આ શાળાને શિક્ષકોના કારણે ગામ લોકોએ તાળું મારી દીધું

PC: Youtube.com

ગુજરાત સરકાર દ્વારા બાળકોને ભણાવવા માટે ઘણા પ્રયત્નો કરવામાં આવે છે. પરતું બાળકોને ભણાવવા માટેના પ્રયત્નો ખાલી કાગળો પર કરવામાં આવતા હોય તેવું લાગે છે. ગુજરાતના ઘણા ગામોમાં શાળાના અભાવના કારણે બાળકો સરખી રીતે ભણી નથી શકતા, તો કેટલાક ગામની શાળામાં પૂરતી સુવિધા ન હોવાને કારણે બાળકો ભણી નથી શકતા. ગુજરાતમાં હજી પણ કેટલાક ગામો એવા છે કે જ્યાં બાળકોને સરખી રીતે પ્રાથમિક શિક્ષણ આપવામાં આવતું નથી. જો ગામમાં શાળા સારી હોય તો શિક્ષકો સારા ન હોય અને શિક્ષકો સારા હોય તો શાળાની સ્થિતિ જર્જરિત હોય છે. આજે ગુજરાતની એક એવી શાળાની માહિતી મળી છે કે જ્યાં શાળામાં અભ્યાસ કરતા બાળકો શાળાએ અભ્યાસ કરવા માટે ટાઇમ સર પહોંચી જાય છે પરતું બાળકોને ભણાવતા શિક્ષકો શાળાએ આવવામાં ધાંધિયા કરે છે.

બનાસકાંઠાના અમીરગઢના માનપુરિયાગામના ગામના લોકોના કહેવા અનુસાર ગામમાં બાળકોના સારા ભવિષ્ય માટે પ્રાથમિક શિક્ષણ આપતી શાળા ગામમાં છે પણ બાળકોને સારું જ્ઞાન આપી શકે તેવા શિક્ષકો નથી. ગામ લોકોના કહેવા અનુસાર બાળકો શાળાએ ભણવા માટે સમયસર પહોંચી જાય છે પણ બાળકોને ભણાવતા શિક્ષકો અનિયમિત આવે છે. ગામ લોકોએ શિક્ષકોને શાળાએ નિયમિત આવવા માટે ઘણી વાર વિનંતી કરી પરતું આ ભણાવાના ચોર શિક્ષકો શાળાએ નિયમિત આવતા ન હતા. શિક્ષકોથી કંટાળેલા ગામ લોકોએ રોષે ભરાઈ શાળાને તાળાબંધી કરી હતી. ગામ લોકોએ વધુમાં કહ્યું કે જો શાળાના શિક્ષકો બાળકોને ભણાવવા માટે શાળાએ નિયમિત આવશે તો જ શાળાને મારવામાં આવેલુ તાળું ખોલવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp