PM મોદીએ ‘પરીક્ષા પે ચર્ચા 2022’માં ભાગ લેવા માટે આમંત્રણ આપ્યું

PC: PIB

સરકારે જણાવ્યું કે, PMએ નરેન્દ્ર મોદીએ ‘પરીક્ષા પે ચર્ચા 2022’ અંગે ટ્વીટ કર્યુ છે અને તેની સાથે જ નોંધણી કરાવવાનો અનુરોધ કર્યો છે. PMએ કહ્યું કે આ ચર્ચાથી તેમને પોતાના ઊર્જાવાન યુવાનો સાથે જોડાવા, તેમના પડકારો અને આકાંક્ષાઓને સારી રીતે સમજવાનો અવસર મળે છે.

PMએ ટ્વીટ કર્યુ હતું કે, પરીક્ષાઓની સાથે-સાથે ‘પરીક્ષા પે ચર્ચા 2022’ કાર્યક્રમ પણ નજીક આવી રહ્યો છે. આવો, આપણે સૌ તણાવમુક્ત પરીક્ષા પર ચર્ચા કરીએ અને ફરી એકવાર આપણા બહાદુર #ExamWarriors, તેમના વાલીઓ અને શિક્ષકો સાથે સહયોગ કરીએ. હું આપ સૌને આ વર્ષની #PPC2022 માટે નોંધણી કરાવવાનો અનુરોધ કરૂં છું.

તેમણે કહ્યું કે, વ્યક્તિગત રીતે ‘પરીક્ષા પે ચર્ચા’ શીખવાનો એક શાનદાર અનુભવ છે. મને આપણા ઊર્જાવાન યુવાઓ સાથે જોડાવા, તેમના પડકારો અને આકાંક્ષાઓને સારી રીતે સમજવાની તક મળે છે. આ સાથે જ તેનાથી શિક્ષણની દુનિયાના ઉભરતા પ્રચલનોની ભાળ મેળવવાની પણ તક મળે છે. #PPC2022

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp