વડાપ્રધાન મિડ-ડે મીલ યોજના હેઠળ આજે 300 કરોડમી થાળી પીરસશે

PC: hindustantimes.com

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દરેક કાર્યમાં વ્યસ્ત હોય છે ત્યારે આજે તેઓ પોતાના શિડ્યુલ્ડમાંથી સમય કાઢીને બાળકોને મળશે. એટલું જ નહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ બાળકોને જમવાનું આપશે. જીહાં, અક્ષય પાત્ર ફાઉન્ડેશનના મીડિયા નિયામક નવીન દાસના જણાવ્યા મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ઉત્તરપ્રેદશના વૃંદાવનમાં એક એનજીઓના અક્ષયપાત્ર ફાઉન્ડેશનના એક કાર્યક્રમમાં હાજરી આપશે. તેઓ આ કાર્યક્રમ દરમિયાન ચંદ્રોદય નામના મંદિરના પરિસરમાં 20 બાળકોને જમવાનું પણ પીરસશે.

ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમમાં બાહુબલી ફિલ્મના ડાયરેક્ટર એસએસ રાજમૌલી અને શેફ સંજીવ કપૂર પણ હાજર રહેશે. વડાપ્રધાન મિડ ડે મીલ યોજના હેઠળ આજે 300 કરોડમી થાળી પીરસશે. એટલે કે આ પહેલાં 299 કરોડ વાર બાળકોને જમાડાય ગયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશભરમાંથી આવેલા આ બાળકોની સાથે વાતચીત કરશે અને ત્યારબાદ સભા સંબોધશે.

આપને જણાવી દઇએ સરકારની મિડ ડે મીલ ફ્લેગશીપની શરૂઆત વર્ષ 2000ની સાલમાં બેંગ્લોરમાં અક્ષયપાત્ર ફાઉન્ડેશનના નેજા હેઠળ થઈ હતી. આ યોજનાની શરૂઆતના ગાળામાં બેંગ્લોરની પાંચ સરકારી શાળાના અંદાજે 1500 જેટલા બાળકોને ભોજન આપવામાં આવ્યું હતું. ત્યારબાદ છેલ્લા 19 વર્ષમાં આ ફાઉન્ડેશન દ્વારા અલગ અલગ એવા 12 રાજ્યોની 14,708 શાળાના 17 લાખ બાળકોને જમવાનું પીરસ્યું છે. જેમાં મુખ્યત્વે કર્ણાટક, તમિલનાડુ, આંધ્રપ્રેદશ, તેલંગાણા, છત્તીસગઢ, ઓરિસ્સા, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ઝારખંડનો પણ સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે વર્ષ આ ફાઉન્ડેશનનું લક્ષ્ય છે કે વર્ષ 2025 સુધીમાં દેશના 50 લાખ જેટલા બાળકોને પૌષક તત્વ યુક્ત ભોજન આપી શકે. જેથી બાળકનો સ્વસ્થ વિકાસ થાય.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે કાર્યક્રમમાં મથુરાના સાંસદ હેમા માલિનીની સાથે યોગી આદિત્યનાથ, યુપીના રાજ્યપાલ રામ નાઇક પણ ઉપસ્થિત રહેશ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp