આચાર્ય અને શિક્ષક જ નકલી એડમિટ કાર્ડ પર અપાવી રહ્યા હતા પરીક્ષા

PC: aajtak.in

ઉત્તર પ્રદેશના માધ્યમિક શિક્ષણ પરિષદ (અલહાબાદ બોર્ડ)ની પરીક્ષા ચાલી રહી છે અને તેમાં પેપર સૉલ્વર ગેંગને લઈને નવા નવા ખુલાસા થઈ રહ્યા છે. રામપુરના સેફની પોલીસ સ્ટેશન વિસ્તારની એક ખાનગી ઇન્ટર કૉલેજમાં પરીક્ષા આપી રહેલી વિદ્યાર્થિનીના દસ્તાવેજને લઈને થયેલી ફરિયાદ પર જિલ્લા શાળા નિરીક્ષક તરફથી કાર્યવાહી કરતા કૉલેજના પ્રિન્સિપાલ અને એક અન્ય શિક્ષક વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી દેવામાં આવી હતી. પોલીસે પ્રિન્સિપાલ અને શિક્ષકની ધરપકડ કરી લીધી છે.

શનિવારે હાઈસ્કૂલમાં સામાજિક વિજ્ઞાન વિષયની પરીક્ષા થઈ હતી. તેને લઈને સામપુરના જિલ્લા શિક્ષણ નિરીક્ષક મૂનેશ કુમારની આગેવાનીમાં તપાસ ટીમે સેફનીના અબ્દુલ વહિદ મુસ્લિમ ઇન્ટર કૉલેજમાં છાપેમારી કરી હતી. આ દરમિયાન એક વિદ્યાર્થિનીના પરીક્ષા સાથે જોડાયેલા દસ્તાવેજોને તપાસવામાં આવ્યા તો વિદ્યાર્થિનીના પિતાના નામમાં ગરબડી જોવા મળી. ત્યારબાદ તપાસ ટીમે કૉલેજના પ્રિન્સિપાલ અને ટીચર પર કાર્યવાહી કરતા તેમની વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવી દીધી.

ફરિયાદ નોંધાયા બાદ પોલીસે પ્રિન્સિપાલ મેહંદી હસન અને અન્ય એક શિક્ષક અજીમની ધરપકડ કરી લીધી. જ્યારે બંનેની પૂછપરછ કરવામાં આવી તો જાણકારી મળી કે અજીમ મુરાદાબાદ જનપદની એક માન્યતા પ્રાપ્ત શાળાનો શિક્ષક છે. તો વિદ્યાર્થિની શિવાનીના જણાવ્યા મુજબ પ્રવેશ પત્રમાં પિતાનું નામ બદલેલું હતું પરંતુ પ્રિન્સિપાલ તેને પરીક્ષા આપવા માટે કહેતો રહ્યો અને નામ બરાબર કરાવી આપવાનું આશ્વાસન આપ્યું હતું, વિદ્યાર્થિનીએ કહ્યું કે અમારી શાળાના સર પરીક્ષા સેન્ટર પર હતા અને તેમણે કહ્યું કે કોઈ કશું જ નહીં કહે.

DIOS મૂનેશ કુમારના જણાવ્યા મુજબ અબ્દુલ વહીદ મુસ્લિમ ઇન્ટર કૉલેજને લઈને સવારે તેમને મેસેજ મળ્યો હતો કે ત્યાં એક શિવાની નામની છોકરી નકલી રીતે પરીક્ષા આપી રહી છે. જ્યારે તપાસ કરવા પહોંચ્યા તો છોકરીને ખબર પડી કે વાસ્તવિકતામાં તે કોઈ બીજી છોકરીના એડમિટ કાર્ડ પર પરીક્ષા આપી રહી છે જેનું નામ શિવાની નામથી રજીસ્ટ્રેશન છે. અહીં સુધી કે તેનો રોલ નંબર પણ એ જ હતો જે કોઈ બીજા એડમિટ કાર્ડ પર હતો.

આ બાબતને લઈને અપર પોલીસ અધિક્ષક ડૉ. સંસાર સિંહના જણાવ્યા મુજબ મુસ્લિમ ઇન્ટર કૉલેજ પરીક્ષા કેન્દ્રના વ્યવસ્થાપક મહેશ્વર સિંહે સૈફની પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ આપી હતી કે કૉલેજના પ્રિન્સિપાલ મેહંદી હસન અને જી.આર. પબ્લિક સ્કૂલના શિક્ષક અજીમ બંને મળીને એક વિદ્યાર્થિનીના બદલે બીજી વિદ્યાર્થિની પાસે પેપર અપાવી રહ્યા હતા. એ જ ફરિયાદના આધાર પર FIR નોંધીને IPCની કલમ 420, 468, 471 અને પરીક્ષા અધિનિયમ 1982 હેઠળ બંનેની ધરપકડ કરી લેવામાં આવી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp