PSIની મુખ્ય પરીક્ષાની તારીખ જાહેર, આ તારીખે લેવામાં આવશે પરીક્ષા

PC: khabarchhe.com

ગુજરાત રાજ્યમાં સરકારી નોકરી માટે પરીક્ષાનો દોર ચાલતો હોય તેમ એક પછી એક પરીક્ષા સરકાર દ્વારા લેવામાં આવી રહી છે. આજે ગુજરાત સરકાર દ્વારા પોલીસ સબ ઇન્સ્પેકટરની પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ છેલ્લા ઘણા દિવસથી આ પરીક્ષાની રાહ જોઈ રહ્યા હતા અને આજે તેની આતુરતાનો અંત આવ્યો હતો.

પોલીસ સબ ઈન્પેકટરની પરીક્ષાની તારીખ બે દિવસ દરમિયાન લેવામાં આવશે. આજે જાહેર કરાયેલી તારીમાં આવતા મહિનાની 12 જૂન અને 19 જૂન એમ બે બે જુદા જુદા દિવસમાં જુદા જુદા વિષયના પેપર લેવામાં આવશે. પ્રાપ્ત વિગત મુજબ 12 જૂને ગુજરાતી વિષય અને અંગ્રેજી વિષયના પેપર લેવામાં આવશે જ્યારે 19 જૂને સામાન્ય જ્ઞાન અને કાયદાના પેપર લેવામાં આવશે.

આજરોજ PSIની પરીક્ષા જાહેર થતા વિદ્યાર્થીઓએ પોતાનો કોલ લેટર ડાઉનલોડ કરવા માટે પોતાના રજીસ્ટર મોબાઈલમાં અને મેલમાં જાણકારી મોકલવામાં આવશે. ગુજરાતમાંથી લખો વિદ્યાર્થી આ પરીક્ષાની તૈયારી કરી રહ્યા હતા અને ઘણા સમયથી આ પરીક્ષાની તારીખની રાહ જોવાથી હતી તેવામાં આજે તારીખ જાહેર થતા વિદ્યાર્થીએ રાહત અનુભવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp