આ શાળાને ભારે પડ્યો ફી વધારવાનો નિર્ણય, કેજરીવાલ સરકારે માન્યતા જ રદ્દ કરી દીધી

PC: khabarchhe.com

દિલ્હી સરકારે દિલ્હી પબ્લિક સ્કૂલ રોહિણીની માન્યતા રદ્દ કરી દીધી છે. ફી વધારવાના નિયમોના ઉલ્લંઘનના આરોપમાં શિક્ષા નિદેશાલયે આ કાર્યવાહી કરી છે. જણાવવામાં આવી રહ્યું છે કે, DPS રોહિણીએ પરવાનગી વિના ફી વધારી દીધી હતી. તેની વિરુદ્ધ રાજ્ય સરકારે એક્શન લીધુ છે. ઉલ્લેખનીય છે કે, DPS રોહિણીએ રાજ્ય સરકારની પૂર્વ પરવાનગી વિના ફી વધારવાનો નિર્ણય લીધો હતો. ઉલ્લેખનીય છે કે, જે સ્કૂલોને ડીડીએ પાસેથી જમીન એલોટ કરવામાં આવી છે, તેમણે ફી વધારતા પહેલા સરકારની પહેલા પરવાનગી લેવાની હોય છે. શિક્ષા નિદેશાલયે જણાવ્યું કે, સ્કૂલના અધિકારી વિભાગ અને હાઈકોર્ટના આદેશોને માની રહ્યા નહોતા. સ્કૂલે 2021-22 સત્ર માટે ફી વધારી દીધી હતી. વિભાગે જણાવ્યું કે, DPS રોહિણી વિરુદ્ધ ઘણી ફરિયાદો આવી રહી હતી. સ્કૂલ લોકો પાસેથી વધારવામાં આવેલી ફી માંગી રહી હતી.

શિક્ષણ નિદેશાલયના આદેશમાં કહેવામાં આવ્યું છે કે, સ્કૂલે ફી વધારવા માટે નક્કી નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. આ જ કારણ છ કે, હવે દિલ્હી શિક્ષણ નિદેશાલયે સ્કૂલની માન્યતા રદ્દ કરવાનો નિર્ણય લીધો છે. શિક્ષણ નિદેશાલયનું કહેવુ છે કે, હાલના શૈક્ષણિક સત્ર 2022-23 પૂર્ણ થવા સુધી સ્કૂલ સામાન્યરીતે ચાલી શકશે. જોકે, આ દરમિયાન અથવા ફરી નવા સત્રમાં આ સ્કૂલમાં કોઈ નવુ એડમિશન નહીં થશે. સ્કૂલને બંધ કરવી પડશે. અહીં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓને પેરેન્ટ્સની પરવાનગી મેળવી નજીકની અન્ય સ્કૂલોમાં સ્થાનાંતરિક કરવામાં આવશે. સ્કૂલ સાથે સંકળાયેલા શિક્ષકો તેમજ નોન ટીચિંગ સ્ટાફને DPSની અન્ય બ્રાન્ચમાં મોકલવામાં આવી શકે છે.

દિલ્હી શિક્ષણ નિદેશાલયે જણાવ્યું કે, આ સ્કૂલ સરકારી ભૂમિ પર બનાવવામાં આવી છે. સ્કૂલની જમીન ડીડીએની છે. શિક્ષણ નિદેશાલયના જણાવ્યા અનુસાર, સરકારી જમીન સ્કૂલ માટે આપતી વખતે એ શરત મુકવામાં આવી હતી કે ફી વધારતા પહેલા સ્કૂલે તેની પરવાનગી લેવી પડશે. જોકે, આ સ્કૂલે આ નિયમનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કર્યું અને ફી વધારતા પહેલા શિક્ષણ નિદેશાયલની પરવાનગી ના મેળવી. આ જ કારણ છે કે હવે આ સ્કૂલની માન્યતા રદ્દ કરી દેવામાં આવી છે. દિલ્હી સરકાર પ્રાઈવેટ સ્કૂલો દ્વારા ફી વધારવાના મુદ્દાને લઈને ખૂબ જ સતર્ક છે અને આ સંબંધમાં સરકારે પોતાનું વલણ પણ સાર્વજનિક કર્યું છે. દિલ્હી શિક્ષણ નિદેશાલયનું કહેવુ છે કે, વર્ષ 2016માં દિલ્હી હાઈકોર્ટે ડીડીએ અથવા તો પછી અન્ય સરકારી જમીન પર બનેલી તમામ સ્કૂલોને એવા નિર્દેશ આપ્યા હતા કે તેઓ શિક્ષણ નિદેશાલયની પરવાનગી વિના ફી વધારો ના કરે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp