નવસારી જિલ્લાનો 100 વર્ષનો શિક્ષણ અને કેળવણીનો ઇતિહાસનું પુસ્તક વિમોચન

PC: Khabarchhe.com

સુરતની 75 વર્ષ જૂની શૈક્ષણિક સંસ્થા જીવનભારતી મંડળ સંચાલિત જીવનભારતી કિશોરભવન શ્રીમતી કે.પૂ.ગાંધી પ્રા.વિ.માં આચાર્ય તરીકે 10 વર્ષથી કાર્યરત આચાર્ય ડો. પરેશ પરમારે 4 વર્ષ પૂર્વે વીર નર્મદ દ.ગુ.યુનિ.માંથી જ પીએચ.ડીનું સંશોધન ઇતિહાસમાં જ વડોદરા રાજ્યના નવસારી પ્રાંતના ઐતિહાસિક પરિપેક્ષ્યમાં એક અભ્યાસ કરેલ હતો. GCERT ગાંધીનગર અને ગુજરાતના તમામ જિલ્લાનાં શિક્ષણ તાલીમ ભવન દ્વારા દરેક જિલ્લાની શૈક્ષણિક ઇતિહાસ લેખનની કામગીરી ચાલે છે.

જેમાં નવસારી જિલ્લાનો કેળવણી અને શિક્ષણનો ઇતિહાસ લેખન કરવાનો ડો. પરેશ પરમારને નવસારી જિલ્લા શિક્ષણ ભવને આપ્યો. જેનો સહર્ષ સ્વીકાર કરીને વર્ષ દરમિયાન પુસ્તક લેખનની કામગીરી પૂર્ણ કરી જેનું વિમોચન નવસારી જિલ્લા શિક્ષણ તાલીમ ભવન દ્વારા કરવામાં આવ્યું. વધુમાં સમગ્ર ભારતના રાજ્યોમાં બેંગ્લુરુ જેમ આઇટી ઇન્ફરર્મેશન ટેક્નોલોજી કમ્પ્યુટર સોફ્ટવેરમાં મોખરે છે, એજ રીતે રાજસ્થાન સીએ અને સીએસ મોખરે અને ગુજરાતનું વલ્લભ વિદ્યાનગરને હાલનું શૈક્ષણિક હબ માનવામાં આવે છે, એજ રીતે મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાનાં સમયમાં વડોદરા રાજ્યના મુખ્ય પાંચ પ્રાંતમાંથી નવસારી પ્રાંતને શિક્ષણનું મુખ્ય કેન્દ્ર ગણવામાં આવતું જેનું મુખ્ય કારણ એ હતું કે, ઇ.સ.1881માં વડોદરા રાજ્યમાં સયાજીરાવ ગાયકવાડ ત્રીજાએ સુવ્યવસ્થિત કેળવણી ખાતાની સ્થાપના કરેલ.

ઇ.સ.1906-07માં ફરજિયાત પ્રાથમિક શિક્ષણ વડોદરા રાજ્યનાં પાંચ પ્રાંતમાં અમલ કરાવવામાં આવેલ. જેમાં અવ્વલ નંબરે એટલે કે નવસારી પ્રાંતમાંજ પ્રાથમિક શિક્ષણની ફરજિયાત પણે અમલ થયેલ એની સાથે સાથે અંગ્રેજી માધ્યમ, કો-એજ્યુકેશન, કુમાર+કન્યા આ પ્રકારે શરૂઆત થયેલ જે ઉચ્ચ શિક્ષણ સુધી વિસ્તરી હતી. જેનું સમગ્ર શ્રેય વડોદરા મહરાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાને આપવું ઘટે. અને યશકલ્ગી સમાન કહી શકાય.

આ પુસ્તકમાં 18મી સદીથી 19 સદી 100 વર્ષ એટલે કે સયાજીરાવનાં સમયકાળથી આજદીન સુધીમાં શિક્ષણ, શાળા, સંસ્થાનો વ્યાપ સમગ્ર નવસારીમાં સ્થપાયું અને હાલમાં શાળા, સંસ્થા, શિક્ષણવિદો કેટલા કાર્યરત છે જેનું નિરૂપણ કરવામાં આવેલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp