સંશોધનથી દેશના વિકાસને જાણી શકાય છેઃ જાવડેકર

PC: indianexpress.com

 

કેન્દ્રીય માનવ સંશાધન વિકાસ મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું છે કે કોઇપણ દેશ કેટલું અને કેવું સંશોધન કરે છે તેના પર તે દેશનો કેટલો વિકાસ થશે તે નિર્ભર કરે છે. સાયન્સ, ટેક્નોલોજી, એન્જિનિયરિંગ અને મેથેમેટિક્સ એ સંશોધન અને વિકાસના મહત્ત્વપૂર્ણ પાયા છે. વાયબ્રન્ટ સમિટના ભાગરૂપે અમદાવાદના સાયન્સ સીટી ખાતે યોજાઇ રહેલ વિવિધ કાર્યક્રમ તથા સેમિનારમાં સહભાગી થવા પધારેલ કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યું હતું કે, પ્રાથમિક શિક્ષણથી જ શોધ- સંશોધન વધે તે ખૂબ જરૂરી છે એટલે જ ભારત સરકારે ધો- 6 થી ધો- 12 સુધીના વિદ્યાર્થીઓ માટે અટલ ટીંકરીંગ લેબ શરૂ કરવામાં આવી છે. ભારત સરકારે સંશોધનને વેગ આપવાં માટે હોસ્ટેલના રૂમથી પણ સ્ટાર્ટ અપ શરૂ કરવાની તક આપી છે. ઇનોવેશન અને ઇન્ક્યુબેશન સેન્ટરોની સ્થાપના કરી છે. પ્રધાનમંત્રી ફેલોશીપ કાર્યક્રમ હેઠળ એક લાખ ની સ્કોલરશીપ શોધ માટે વિદ્યાર્થીઓને આપવામાં આવે છે.

આગામી દિવસોમાં સંશોધનનો અભિગમ ઉભો થાય તે માટે સ્માર્ટ ઇન્ડિયા હેકાથોનમાં પણ શોધની પ્રતિસ્પર્ધા રાખવામાં આવે છે. ત્રણ વર્ષથી યોજાતી હેકાથોનમાં આ વર્ષે દોઢ લાખ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. વાયબ્રન્ટ સમિટ અંગે તેમણે કહ્યું કે, આઇડિયાથી પ્લેટફોર્મ અને પ્લેટફોર્મથી પ્રોડક્ટ માટે વાયબ્રન્ટ ગુજરાતનું પ્લેટફોર્મ ઉદ્યોગકારો માટે અગત્યનું બની રહેશે. આ અંગે દેશ- વિદેશમાંથી પધારેલા પ્રતિનિધિઓ સાથે સફળ રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ પણ થઇ છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp