RTE: જો બાળકને અંગ્રેજી માધ્યમમાં ભણાવવા તૈયાર હો તો ઓછી ફીમાં સારી શાળા મળશે

PC: https://timesofindia.indiatimes.com

રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ (આરટીઈ) હેઠળ વર્ગ 1માં પ્રવેશના બીજા રાઉન્ડમાં કુલ 6,334 વિદ્યાર્થીઓની નોંધણી કરવામાં આવી છે. જ્યારે બીજા રાઉન્ડ બાદ પણ કુલ 11,433 બેઠકો ખાલી રહી છે, જેના કારણે સરકારે પ્રવેશનો ત્રીજો રાઉન્ડ યોજાય તેવી સંભાવના છે.

પ્રવેશના બીજા રાઉન્ડ માટે, કુલ 17,767 ખાલી બેઠકો સામે કુલ 1,11,967 અરજીઓ આગળની પ્રક્રિયા માટે મંજૂર કરવામાં આવી હતી. પ્રથમ રાઉન્ડમાં 64,456 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો. જેમાંથી 53,387એ તેમની સ્વીકૃતિની પુષ્ટિ કરી હતી, જ્યારે 17,767 બેઠકો ખાલી રહી હતી. રાજ્ય સરકાર પાસે સમગ્ર રાજ્યની 9,957 શાળાઓમાં RTE કાયદા હેઠળ કુલ 71,154 બેઠકો ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.

સૂત્રોએ જણાવ્યું હતું કે બીજા રાઉન્ડમાં ફાળવણી પછી કુલ ખાલી પડેલી બેઠકોમાંથી 4,708 બેઠકો અંગ્રેજી માધ્યમની શાળાઓમાં છે, જ્યારે બાકીની ગુજરાતી અને હિન્દી માધ્યમની શાળાઓમાં છે. આ વર્ષે આરટીઈ એક્ટ હેઠળ રાજ્યમાં કુલ 1.93 લાખ ફોર્મ ભરાયા હતા, જેમાંથી 1.76 લાખ ફોર્મ સ્વીકારવામાં આવ્યા હતા અને 16,629 નામંજૂર કરવામાં આવ્યા હતા.

નોંધનીય છે કે આરટીઈ એક્ટ અમલમાં આવ્યા બાદ, આ વર્ષે રાજ્યમાં સૌથી વધુ ફોર્મ સબમિટ કરાયા  હતા. જે બેઠકો ખાલી પડી છે તે પૈકી મોટાભાગના બેઠકો અંગ્રેજી માધ્યમની હોવાથી બાળકોના વાલીઓ પ્રવેશ લેતાં અચકાઇ રહ્યાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp