સરકારે શિક્ષકોને વધારાની કામગીરી સોંપતા સૌરાષ્ટ્રના શિક્ષકોએ કર્યો વિરોધ

PC: youtube.com

સરકારના પરિપત્રને લઇને સૌરાષ્ટ્રના શિક્ષકોમાં રોષની લાગણી જોવા મળી છે. કોરોના વાયરસના ભયના કારણે રાજ્યની તમામ શાળા અને કોલેજોને બંધ કરવામાં આવી છે પરંતુ શાળામાં આવતા શૈક્ષણિક અને બિનશૈક્ષણિક સ્ટાફને શાળામાં રાબેત મુજબ હાજર રહીને પોતાનું કાર્ય કરવાના આદેશ આપવામાં આવ્યા છે. રજાના સમયમાં વિદ્યાર્થીઓનું શૈક્ષણિક કાર્ય નહીં બગડે તે માટે રાજ્ય સરકાર દ્વારા ટીવીના માધ્યમથી બાળકોને ભણવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વિદ્યાથીઓને તો રાહત આપવામાં આવી છે પરંતુ શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષકોને વધારાની કામગીરી સોંપવામાં આવી છે.

શિક્ષકોને બાળકોને ઘરે જઈને એકમ કસોટીની બૂક આપવાનું અને તે બૂકને પૂર્ણ કરવાનું કામ સોંપવામાં આવ્યું છે. શિક્ષણ વિભાગના આ નિર્ણયનો નગરપ્રાથમિક શિક્ષકસંઘ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. શિક્ષકસંઘે આ સરકારના આ નિર્ણય પ્રત્યે નારાજગી વ્યક્ત કરતા સરકારનો નિર્ણય પરત ખેંચવા રાજૂઆત કરી છે. શિક્ષણ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા આ પરિપત્રને લઇને શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચૂડાસમા કઈ પણ કહેવા માટે તૈયાર નથી.

શિક્ષકોનું કહેવું છે કે, આ આદેશ કોરોના વાયરસની પરિસ્થિતિમાં શક્ય ન હોય તેવુ દેખાય છે. ખાસ કરીને શહેરી વિસ્તારોની અંદર પાંચથી સાત કિલોમીટર અંદર રહેતા હજારો બાળકોને ઘર જવું અને તેમને ઉત્તરવહી પહોંચાડીને કસોટીને સમજાવવી આ કામ કરવાનો સરકારનો નિર્ણય યોગ્ય નથી.

અન્ય શિક્ષકોનું કહેવું છે કે, સરકાર એક બાજુ લોક સંપર્ક ઓછો કરવાની વાત કરે છે અને બીજી તરફ શિક્ષકને વિદ્યાર્થીઓના ઘરે જવાનું કહે છે. એક શિક્ષક 150 બાળકોને ભણાવતો હોય અને તે શિક્ષક 150 બાળકોના ઘરે જાય તો શું એમ લાગે છે કે આટલા બધા લોકોનો સંપર્ક કરવાથી તેને કોરોના નહીં થાય. સરકારે પોતાના મનસ્વી રીતે પરિપત્ર કરીને બીજા દિવસે તેની અમલવારી કરી છે તેથી શિક્ષકો પણ પોતાનું આયોજન નથી કરી શકતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp