આ તારીખથી નવા શૈક્ષણિક સત્રની શરૂઆત કરવા શાળા સંચાલક મંડળની રજૂઆત

PC: indianexpress.com

કોરોના વાયરસની કપરી સ્થિતિને ધ્યાને લઈને સરકારે રાજ્યની તમામ શાળાઓ બંધ રાખવા માટે આદેશ કર્યા છે. જોકે, ઓનલાઈન એજ્યુકેશનમાં કોઈ અલ્પવિરામ મૂકાયું નથી. કોરોના વાયરસને કારણે ગત માર્ચ મહિનાથી શાળાઓ બંધ છે. તા.30 એપ્રિલના રોજ શૈક્ષણિક સત્રનો અંતિમ દિવસ છે. જેને ધ્યાને લઈ તા.1મે થી 6 જુન સુધી ઉનાળું વેકેશન રાખવા અને તા.7 જુનથી નવા શૈક્ષણિક સત્રની શરૂઆત કરવા શાળા સંચાલક મહામંડળે રજૂઆત કરી છે.

કોરોના વાયરસના વધી રહેલા કેસ સામે મહાનગર સહિત બધે જ ઓફલાઈન શિક્ષણકાર્ય બંધ છે. ધો.1થી9 અને 11માં માસ પ્રમોશન આપી દેવાયું છે. આ અંગેની માર્ગદર્શિકા પણ જાહેર કરી દેવામાં આવી છે. ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળે રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને મુખ્યમંત્રી વિજય રૂપાણીને રજૂઆત કરી છે. તા.30 એપ્રિલના રોજ શૈક્ષણિક સત્રનો છેલ્લો દિવસ છે. જેને સત્રનો છેલ્લો દિવસ ગણીને તા.1 મેંથી 6 જુન સુધીનું ઉનાળું વેકેશન જાહેર કરીને તા.7 જુનથી શૈક્ષણિક સત્ર શરૂ કરવા અપીલ કરવામાં આવી છે. સતત બીજા વર્ષે વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું હોય એવી આ પહેલી ઘટના છે. રાજ્યના મુખ્યમંત્રી રૂપાણીએ અગાઉ કહ્યું હતું કે, બોર્ડની પરીક્ષાની નવી તારીખ 15 મેએ સમીક્ષા કર્યા બાદ જાહેર કરવામાં આવશે. કેન્દ્ર સરકારના પગલે રાજ્ય સરકારે પણ ધો. 1થી 9 અને 11ના કુલ 50 લાખથી વધારે વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપી દેવા માટેનો નિર્ણય કર્યો છે. ગુજરાત સરકારે માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક બોર્ડ તરફથી ધો.10 અને 12ની પરીક્ષાનું તા. 10થી 25 મે દરમિયાન આયોજન કર્યું હતું.



જે એના નક્કી કરેલા સમયે લેવાશે એવી જાહેરાત કરવામાં આવી હતી. પણ કોરોનાને કારણે સ્થિતિ વણસતા બોર્ડની પરીક્ષા પણ મોકુફ રાખવા માટેનો નિર્ણય લેવાયો હતો. જોકે, હજુ સુધી બોર્ડની પરીક્ષા માટે કોઈ ચોક્કસ તારીખ જાહેર કરવામાં આવી નથી. ઓફલાઈન ક્લાસ તા.10 મેં સુધી બંધ રાખવા માટે પણ રાજ્ય સરકારે આદેશ કર્યો છે. ઉલ્લેખનીય છે કે સીબીએસઈ બોર્ડે ધો.12ની પરીક્ષા રદ્દ કરવાનો અને ધો.10માં માસ પ્રમોશન આપી દેવાની મોટી જાહેરાત કરી હતી. જેના કારણે અનેક વિદ્યાર્થીઓને રાહત થઈ છે. જોકે, આ અપીલને લીઈને સરકારે હજુ સુધી કોઈ મોટી સ્પષ્ટતા કરી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp