આ શાળાનો ઓરડો ગમે ત્યારે પડી જશે, વિદ્યાર્થીઓ માથે જાનનું જોખમ

PC: khabarchhe.com

વલસાડ જિલ્લા ના વાપી તાલુકા ના છરવાડા ગામમાં આવેલી પ્રાથમિક શાળાનો ઍક વર્ગખંડ જર્જરિત બન્યો હોય જે બાળકોના માથે જોખમરૂપ લાગી રહયો છે. જો કે, આ વર્ગખંડ બંધ છે પરંતુ બાળકો રિશેષ દરમિયાન આમતેમ ભટકતા હોય છે ત્યારે આ જર્જરીત ઓરડો ગમે ત્યારે કકડભૂસ થવાની સંભાવના વ્યકત કરાઈ રહી છે. બાળકોના હિતને ધ્યાનમાં રાખી તેનું નિરાકરણ લાવવા વલસાડ જિલ્લા પંચાયત સભ્ય ભાવિક પટેલે તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં રજૂઆત કરી છે.
વાપીના છરવાડા ગામના માસ્તર ફળિયામાં તાલુકા પંચાયત શિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત પ્રાથમિક શાળા આવેલી છે. જે વર્ષો જૂની શાળામાં ઍક વર્ગખંડ જર્જરિત બની ચૂકયો છે. શાળાની છત ઉપર બેસાડવામાં આવેલ ઢીકરી (નળ્યા), મોટા દાંડા છે જે જૂના હોવાથી લાકડા પણ તૂટેલા છે. જો કે, અહીં કોઈ અકસ્માત ન સર્જાય તેને ધ્યાનમાં રાખી આ ઓરડો બંધ રાખવામાં આવ્યો છે. આ જર્જરીત ઓરડો ગમે ત્યારે તૂટી પડવાની સંભાવના વ્યકત કરાઈ રહી છે. શાળાના બાળકો રિશેષ દરમિયાન આમતેમ રમતા હોય છે ત્યારે કોઈ અણબનાવ ન બને તેને ધ્યાનમાં રાખી શાળાના જે તે વખતના મુખ્ય શિક્ષક વી.ઍલ.પટેલ દ્વારા પણ શિક્ષણ અધિકારીને લેખિતમાં રજૂઆત પણ કરાઈ હતી. આજદિન સુધી જર્જરીત ઓરડાની કામગીરી હાથ ધરાઈ નથી.

છરવાડા ગામની પ્રાથમિક શાળામાં ધોરણ-૧ થી ૫ ના વર્ગો ચાલે છે. વલસાડ જિલ્લા પંચાયત સભ્ય ભાવિક પટેલે તાલુકા વિકાસ અધિકારીને જર્જરીત બનેલા શાળાના ઓરડાના ફોટા સાથે લેખિતમાં જાણ કરી તેનું નિરાકરણ લાવવામાં આવે તેવી માગ કરાઈ છે. સાથે સાથે જિલ્લા વિકાસ અધિકારી, કલેકટર અને શિક્ષણ વિભાગને પણ જાણ કરાઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp