સુરતમાં ધોરણ 4માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીની સરકારી શાળાના શિક્ષકે કરી છેડતી

PC: youtube.com

ગઈકાલે નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો હતો. પહેલા દિવસે જ સુરતમાં શિક્ષણ જગતને કલંક લગાડતી એક ઘટના સામે આવી છે. સુરતની સરકારી શાળાના શિક્ષકે શાળા શરૂ થયાના પહેલા જ દિવસે શાળામાં ભણવા આવેલી ચોથા ધોરણની એક વિદ્યાર્થીની પર નજર બગાડી હતી. આ ઘટનાને પગલે સ્થાનિક લોકો અને વાલીઓનું ટોળું શાળા પર શિક્ષકને પાઠ ભણાવવા માટે પહોંચ્યું હતું.

એક રીપોર્ટ અનુસાર, સુરતના ઉમરપાડા વિસ્તારમાં આવેલી સરકારી શાળા નંબર 190ના શિક્ષક દ્વારા શાળા શરૂ થયાના પહેલા જ દિવસે ધોરણ ચારમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીનીની છેડતી કરવામાં આવી હતી. આ સમગ્ર ઘટનાની જાણ વિદ્યાર્થીની દ્વારા વાલીઓને કરવામાં આવતા સ્થાનિક લોકો અને વિદ્યાર્થીનીના વાલી શાળાએ એકઠાં થતા હતા. લોકોનું આ ટોળું શિક્ષક પર હુમલો કરે તે પહેલા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને આરોપી શિક્ષકની ધરપકડ કરી તેને પોલીસ સ્ટેશન લઇ જવામાં આવ્યો હતો. શાળા પર મોટી સંખ્યામાં લોકોની ભીડ અને લોકોમાં આક્રોશ જોઈને શાળાના અન્ય શિક્ષકોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો હતો. લોકોમાં આક્રોશ એટલો હતો કે, પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આરોપી શિક્ષકને જીપ સુધી પહોંચાડવો પડ્યો હતો.

આ પ્રકારની ઘટના પરથી સવાલ એ ઊભા થાય છે કે, જે શિક્ષકે બાળકોમાં સારા ગુણનું સિંચન કરવાનું હોય છે. તે જ શિક્ષક શાળા શરૂ થયાના પહેલા જ દિવસે વિદ્યાર્થીનીઓ પર નજર બગડતો હોય. તો બાળકો આવા શિક્ષકો પાસેથી કેવી શિક્ષા મેળવશે. આવા શિક્ષકો પર તંત્ર દ્વારા સમાજમાં દાખલો બેસે તે રીતે કડક કાર્યવાહી કરવી જોઈએ. જેના કારણે આ પ્રકારની ઘટનાનો બીજીવાર ન બને.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp