ગુજરાતમાં ખાલી શાળા બંધ થઈ છે, ઓનલાઇન શિક્ષણ તો ચાલુ અને ફી પણ ચાલુ જ રહેશે

PC: hindustantimes.com

મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો. કોર કમિટીના આ નિર્ણય અનુસાર રાજ્યમાં પ્રવર્તમાન કોરોના સંક્રમણની સ્થિતિને ધ્યાનમાં લઈને સમગ્ર રાજ્યમાં ધોરણ 1 થી 9ની તમામ શાળાઓમાં સોમવાર પાંચમી એપ્રિલથી અન્ય સૂચનાઓ કે આદેશ ના થાય ત્યાં સુધી શિક્ષણ કાર્ય બંધ રાખવામાં આવશે.

રાજ્યમાં તમામ સરકારી અને ખાનગી શાળાઓને આ સૂચનાઓનો અમલ કરવાનો રહેશે. આ નિર્ણય શાળાઓમાં વર્ગખંડ શિક્ષણ એટલે કે ઓફ લાઈન શિક્ષણ માટે છે. ઓનલાઈન શિક્ષણ ચાલુ રહેશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના વિદ્યાર્થીઓના વ્યાપક હિત અને કોરોના સંક્રમણ નિયંત્રણના ઉદ્દેશ્યથી આ નિર્ણય કર્યો છે.

રાજ્યમાં પ્રવર્તમાન કોરોનાની સ્થિતિનો વ્યાપ વધતા કોરોનાનું સંક્રમણ વિધ્યાર્થીઓમાં ફેલાય નહિ તે હેતુથી વિધ્યાર્થીઓના આરોગ્ય સુરક્ષાને ધ્યાને રાખીને હવે સમગ્ર રાજ્યમાં ધોરણ 1 થી 9ની તમામ શાળાઓમાં વર્ગખંડ-ઓફ લાઈન શિક્ષણ કાર્ય બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એટલે ફક્ત ઓફલાઇન શિક્ષણ બંધ કરવામાં આવ્યું, પણ ઓનલાઇન શિક્ષણ તો શરૂ રહેશે અને એટલે લોકોએ ફી પણ આપવી જ પડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp