રમત – મેદાન વગર ચાલતી સ્પોર્ટસ યુનિવર્સિટી

PC: Collegedunia.com

પાંચ વર્ષ અગાઉ ગુજરાત સરકારે સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટસ યુનીવર્સીટી ચાલુ કરવામાં આવી હતી. જેને આજે આટલો સમય થયો હોવા છતાં મેદાન વગર વિવિધ અભ્યાસ ક્રમો ચલાવવામાં આવી રહ્યા છે તે વિદ્યાર્થીઓની કારકિર્દી સાથે છેતરપીંડી સમાન છે. ત્યારે રમત ગમતના મેદાન વગર ચાલતી ઉંચી ફી વસુલતી સ્પોર્ટસ યુનીવર્સીટી સામે પગલા ભરવાની માંગ કરતી ગુજરાત પ્રદેશ NSUIના મહામંત્રી ભાવિક સોલંકીએ જણાવ્યું હતું કે, ગાંધીનગર સેકટર 15 માં ગવર્મેન્ટ કોમર્સ કોલેજના પરીસરમાં ચાલુ કરવામાં આવેલ સ્પોર્ટસ યુનીવર્સીટી નું આજે પણ પોતાનું અલાયદુ બિલ્ડીંગ તેમજ વિદ્યાર્થીઓને તાલીમ આપવા માટે યોગ્ય મેદાન નથી તેમ છતાં યુનીવર્સીટીમાં વ્યાયામ ને લગતા બધાજ કોર્ષ ચલાવવામાં આવી રહ્યા છે.

તેમણે જણાવ્યું ેક વ્યાયામ શિક્ષક બનવા માટે ચાલતા કોર્ષ B.ped, M.P.E. જેવા અભ્યાસ ક્રમ માટે ફરજીયાત રહેણાંક હોવું જરૂરી છે. તેમ છતાં હોસ્ટેલ અને રમત મેદાન સિવાય જ આ અભ્યાસ ક્રમો ત્યાં ચાલી રહ્યા છે. જે વિદ્યાર્થીઓ સાથે છેતરપીંડી સમાન છે અને મોટી ફી વસુલવામાં આવી રહી છે.

એક બાજુ રાજ્યમાં છેલ્લા 15વર્ષથી અભ્યાસ ક્રમ પૂર્ણ કરી વ્યાયામ શિક્ષક તરીકે સેવા આપવા તત્પર અંદાજે 25,000 થી વધુ યુવાનોને શાળા કે કોલેજમાં ભરતી કરવામાં આવતી નથી જયારે બીજી બાજુ આ રીતે યોગ્ય ટ્રેનીંગ વગર કારખાના સમાન યુનીવર્સીટીમાંથી માત્ર ને માત્ર શિક્ષકોનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે. અને છતાં ગુજરાતના મુખ્યમંત્રી રમત – ગમત ક્ષેત્રે ગુજરાત ખુબ જ આગળ વધી રહ્યું હોવાના પોકળ જુઠ્ઠાણા ચલાવી રહ્યા છે જે નિંદનીય બાબત છે.

સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટસ યુનીવર્સીટીમાં B.P.E.S., M.P.ed, M.fil, PHD અને રમત ગમતને લગતા અન્ય અભ્યાસ ક્રમો ચાલતા હોવા છતાં પૂરતા અધ્યાપકો નથી. જે કોન્ટ્રકટરો થકી અધ્યાપકો છે તેમને વિવિધ સરકારી કાર્યક્રમોના આયોજનમાં જોતરવામાં આવી રહ્યા હોવાની વિગતો સામે આવી રહી છે. આમ મેદાન, હોસ્ટેલ અને અધ્યાપકો વગર ચાલતી સ્પોર્ટસ યુનીવર્સીટી નિયમ વિરુધની છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp