બોર્ડ પરીક્ષાનાં ફોર્મ ઓન લાઈન ભરવાનો પ્રારંભ

PC: careerindia.com

ધોરણ 10 અને 12ની માર્ચ-2017ની જાહેર પરીક્ષાના ફોર્મ ઓન લાઇન ભરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ધોરણ-10ના ફોર્મ ભરવાની મુદત તા.10-10-2017થી તા.10/11/2017 સુધીની નિયત કરવામાં આવી છે.

રાજ્યમાં બોર્ડ દ્વારા નોંધાયેલ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ 17 હજાર જેટલી છે. 17 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા માટે ફોર્મ ભરે તો પ્રત્યેક સ્કુલદીઠ સરેરાશ 100 વિદ્યાર્થીઓની સંખ્યા થાય છે.

શાળાના આચાર્ય અને કલાર્ક નોન ટીચીંગ સ્ટાફ છે. દિવાળી વેકેશન દરમિયાન તેઓએ રજાના દિવસો સિવાય કામકાજના કલાકો દરમિયાન શાળામાં કામગીરી કરવી ફરજીયાત છે. તેથી પ્રત્યેક શાળા દીઠ વિદ્યાર્થીઓની સરેરાશ સંખ્યાને ધ્યાને લઇ, ઓન લાઇન ફોર્મ ભરવામાં થતા સમયની ગણતરી કરતાં, ફોર્મ ભરવાની કામગીરી નિયત સમયમર્યાદામાં કરી દેવી તદ્દન શક્ય છે.

વેકેશનના દિવસોમાં પણ વિદ્યાર્થીઓ શૈક્ષણિક કાર્ય કરતાં જ હોય છે તે બાબતને ધ્યાને લઇને તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના આચાર્યશ્રીઓને આ કામગીરી સમયમર્યાદામાં થાય તે જોવા પણ જણાવવામાં આવ્યું છે, એમ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp