‘નમો’ ટેબલેટ એક હજારમાં આપવાનું શરૂ

PC: khabarchhe.com

લેજ-ઇજનેરી પોલિટેકનીકના પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓને રૂ.1000ની ટોકન કિંમતે ટેબ્લેટ વિતરણનો રાજ્યવ્યાપી પ્રારંભ આજથી અમદાવાદ ખાતેથી શરુ થયો છે. જેમાં નરેન્દ્ર મોદીનો ફોટો અને ટેબ્લેટનું નામ ‘નમો’ ટેબલેટ છે. જે પ્રજાએ સરકારને વેરા પેટે ચુકવેલાં નાણાંથી સરકારી ખર્ચે આપવામાં આવી રહ્યાં છે પણ નામ તો રાજકાણીઓના આપવામાં આવી રહ્યાં છે. રૂપાણીએ નમો ઇ-ટેબ- ન્યુ એવન્યુઝ ઓફ મોર્ડન એજ્યુકેશન થ્રુ ટેબ્લેટનું ન્યૂએજ વોટર એટલે કે વિદ્યાર્થીઓને વિતરણ કર્યું હતું.

રાજ્યના મધ્યમવર્ગીય પરિવારોના સંતાનોને તેમના હાથમાં વિશ્વના પ્રવાહોની જ્ઞાન-સંપદા આપવાની તક ટેબ્લેટ યોજનાથી સાકાર થશે. ચાલુ વર્ષ માર્ચ-એપ્રિલ- 2017માં ધોરણ-12 અને 10ની પરીક્ષાઓમાં ઉર્તિણ થઇ કોલેજ-પોલિટેકનીકના પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવનારા સાડા ત્રણ લાખ વિદ્યાર્થીઓને 1000 રૂપિયાની ટોકન કિંમતે આ ટેબ્લેટ આપવા માટે સરકારે બજેટમાં 200 કરોડ રૂપિયા ફાળવ્યા છે.

કેટલાંક પક્ષો આ વખતની વિધાનસભાની ચૂંટણીમાં ટેબ્લેટ આપવાના છે. ગયા વર્ષે કોંગ્રેસ દ્વારા યુવાનોને મફતમાં ટેબ્લેટ આપવાનું વચન આપ્યું હતું. આ વખતે ચૂંટણી આવી રહી છે ત્યારે ભાજપ યુવાનોને પોતાની તરફ ખેંચવા માગતાં હોય તે વાતનો સંકેત આપતાં વિજયભાઇ રૂપાણીએ કહ્યું કે, અમે ચૂંટણીઓ આવે એટલે ખોટા વાયદા-વાતો કરનારા લોકો નથી. અમે તો રાજ્યની યુવાશકિતને-ડેમોગ્રાફીક ડીવીડન્ડને અવસર-તક આપીને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના ન્યુ ઇન્ડીયાના સપનાને સાકાર કરવા પ્રતિબધ્ધ છીયે.

રાજ્યના યુવાનોને રૂ.1000ની ટોકન કિંમતે જે ટેબ્લેટ આપી રહ્યા છે તેની રૂ.30 કરોડ જેટલી જંગી આવક ગુજરાત સરકારને થવાની છે. જે ટોકન એમાઉન્ટ યુવા વિદ્યાર્થીઓ માટે વપરાશે. આ રકમમાંથી ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓના કેમ્પસ વાઇ-ફાઇ કરાશે, ડિઝીટલ કલાસરૂમનું નિર્માણ થશે, ઇ-લાયબ્રેરીની સુવિધા તથા ઇ-લેકચર્સના અપાશે. ઉચ્ચ શિક્ષણ ઉપલબ્ધ થાય તે માટે ચાલુ વર્ષે બજેટમાં રૂા.2500 કરોડ ફાળવ્યા છે. આર્થિક અનામત મળવાની હતી પણ હવે તેનો લાભ વિદ્યાર્થીઓને મળવાનો નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp