રાજ્યના Ph.D સ્કોલર્સને રૂ. 15000નું સ્ટાઇપેન્ડ અપાશે પરંતુ બધાને નહીં મળે

PC: govinfo.me

રાજય સરકાર દ્વારા હવે પછી  પીએચડીમાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓને માસિક 15 હજાર રૂપિયાનુ સ્ટાઇપેન્ડ આપવાની જાહેરાત કરી છે. અત્યાર સુધી પીએચડીમાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓને આવી કોઇપણ પ્રકારની સહાય મળતી નહોતી. સરકારની આ પ્રકારની જાહેરાતના કારણે પીએચડીમાં રજિસ્ટ્રેશન અને પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં પણ ભારે વધારો નોંધાયો છે. પ્રવેશ લીધા બાદ હવે આ પ્રકારના સ્ટાઇપેન્ડ કયારે અને કેવી રીતે મળશે તે મુદ્દે હાલ ભારે દ્વિધાભરી સ્થિતિ જોવા મળી રહી છે.મોટાભાગના વિદ્યાર્થીઓ એવુ માને છે કે પ્રવેશ લેનારા તમામ વિદ્યાર્થીઓને આ પ્રકારની સહાય આપવામાં આવશે. જેના કારણે અનેક વિદ્યાર્થીઓ હાલ યુનિવર્સિટીઓમાં આ અંગે પુછપરછ પણ શરૂ કરી દીધી છે.

વાસ્તવિક્તા એ છે કે તમામ વિદ્યાર્થીઓને આ પ્રકારની સહાય આપવાની નથી. માત્ર ગણતરીના વિદ્યાર્થીઓને જ આ પ્રકારના સહાય કરવાનુ નક્કી કરાયુ છે. તેના માટે પણ એક કમિટીની રચના કરવામાં આવી છે. આ કમિટી જે વિદ્યાર્થીઓના શોધ-નિંબધને પસંદ કરે તેને આ પ્રકારની સહાય એનાયત કરવામાં આવશે. યુનિવર્સિટીઓમાં પીએચડી કરતાં વિદ્યાર્થીઓ પૈકી મોટાભાગના વિદ્યાર્થીઓ નોકરી અથવા તો આર્થિક ઉપાર્જન માટે સાઇડમાં કામગીરી કરવી પડતી હોય છે. જેના લીધે વિદ્યાર્થીઓ પીએચડી પર ફોક્સ કરી શકતા નથી.  આ સિવાય નાણાંકીય મર્યાદા હોવાના કારણે થિસિસ તૈયાર કરવામાં ઉત્તમ કક્ષાના પુસ્તકોનુ વાંચન પણ કરી શકતાં નથી. આ પ્રકારની સ્થિતિ નિવારવા માટે રાજય સરકારે પીએચડી કરતાં વિદ્યાર્થીઓને નાણાંકીય સહાય કરવાની જાહેરાત કરી છે.

શોધ યોજના હેઠળ આ સ્કીમ જાહેર કરી દેવામાં આવી છે. આ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને દરમહિને 15 હજાર રૂપિયા સ્ટાઇપેન્ડ તરીકે ચૂકવવામાં આવશે. આ સિવાય વાર્ષિક 20 હજાર રૂપિયા અન્ય ખર્ચ માટે આપવામાં આવશે. સૌથી મહત્વની વાત એ છે કે દરેક વિદ્યાર્થીઓને આ સહાય મળવાપાત્ર નથી. આ સહાય મેળવવા માટે સૌથી પહેલા વિદ્યાર્થીએ તા.૧-૭-૨૦૧૮ પછી પીએચડીમાં પ્રવેશ લીધો હોવો જરૂરી છે. આ સિવાય અન્ય કોઇપણ પ્રકારની સ્કોલરશીપ અથવા તો આર્થિક સહાય મેળવતો હોવો જોઇએ નહી. જે વિદ્યાર્થીઓએ પીએચડીમા આર્થિક સહાય મેળવવા ઇચ્છતાં હોય તેઓએ કોલેજમા એચઓડી મારફતે કેસીજીમાં અરજી કરવાની રહેશે. કેસીજી એટલે કે નોલેજ કોન્સોર્ટિયમ ઓફ ગુજરાત દ્વારા આ અરજીઓની સ્ક્રૂટીની કરવામાં આવશે.

જે વિદ્યાર્થીઓની અરજીઓ  માન્ય થશે તેમના ખાતામાં સીધી સહાયની રકમ જમા કરવામાં આવશે. જો કોઇ વિદ્યાર્થીએ ખોટી રીતે સહાય લીધી હોવાનુ સાબિત થાય તો ૧૮ ટકા વ્યાજ સાથે રકમ પરત લેવામાં આવશે.સમગ્ર ગુજરાતમાંથી આવેલી અરજીઓની સ્ક્રૂટીની કોણ અને કેવી રીતે થશે તે અંગે સત્તાધીશો કહે છે આઇઆઇએમ, આઇઆઇટી અને પીઆરએલના એક એક પ્રતિનિધિ રહેશે. આ સિવાય ગુજરાતના બે માન્ય શિક્ષણવિદ્દની નિયુક્તિ પણ આ ટીમમાં કરાશે આ ઉપરાંત કેસીજીના અધિકારીઓ પણ ટીમમાં રહેશે. આમ, કુલ ૬ સભ્યોની ટીમ જે અરજીઓ આવશે તેની સ્ક્રૂટીની કરશે. રાજય સરકાર દ્વારા કરાયેલી જાહેરાત પ્રમાણે વિદ્યાર્થીઓ એવુ માને છે કે તમામ વિદ્યાર્થીઓને આ સહાય મળશે પરંતુ વાસ્તવિક્તા એ છે જે પ્રમાણે સરકારે પીએચડીમાં આર્થિક સહાય આપવાનુ ફોર્મેટ ગોઠવ્યુ છે તે જોતાં માત્ર ૫૦૦ જેટલા વિદ્યાર્થીઓ પણ આર્થિક સહાય લેવા માટે લાયક થાય તેમ છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp