વડોદરામાં ધોરણ 10ના વિદ્યાર્થીએ કર્યો આપઘાત, 4 દિવસોમાં 3 વિદ્યાર્થીના આપઘાત

PC: dnaindia.com

વડોદરામાં ધોરણ 10ના એક વિદ્યાર્થીએ પરીક્ષાના ટેન્શનમાં કુવામાં કુદીને આપઘાત કર્યો હતો. એક રીપોર્ટ અનુસાર હાલ બોર્ડની પરીક્ષા ચાલી રહી છે, ત્યારે કેટલાક વિદ્યાર્થીઓને પરીક્ષાનું ટેન્શન વધતા તેઓ ન ભરવાનું પગલું ભરે છે. આવું જ કંઈ બન્યું છે વડોદરા નજીક આવેલા એક ગામમાં. વડોદરાના નજીક આવેલા કપુરાઈ ગામમાં રહેતો ઓમકુમાર પરમાર ધોરણ 10ની પરીક્ષામાં એક વખત નાપાસ થયો હતો, આથી તે આ વર્ષે પરીક્ષાની બીજી ટ્રાયલ આપી રહ્યો હતો. ત્યારે અચાનક પરીક્ષાને લઇને ટેન્શન વધતા ડિપ્રેશનમાં આવીને સોમવારે સાંજે ઓમકુમાર પરમારે તેના ઘર નજીક આવેલા એક કુવામાં છલાંગ લગાવી આપઘાત કર્યો હતો.

ઘટનાની જાણ ગામ લોકો અને ઓમકુમારના પરિવારજનોને થતા, તેઓ કુવા પાસે દોડી આવ્યા હતા અને ઓમકુમારને કુવામાંથી બહાર કાઢવા માટે પ્રયાસો શરૂ કર્યા હતા. ઘટનાની જાણ થતા 108ની ટીમ અને ફાયરનો કાફલો ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો અને ઓમ કુમારને બચાવવાની કામગીરી શરૂ કરી હતી. જ્યારે ઓમકુમારને કુવામાંથી બહાર કાઢીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, ત્યારે હોસ્પિટલમાં ફરજ પરના ડૉક્ટરે ઓમકુમારને મૃત જાહેર કર્યો હતો.

ઓમકુમારની જેમ જ વડોદરા અને તેની આસપાસના ગામમાં છેલ્લા 4 દિવસોમાં ૩ વિદ્યાર્થીઓએ આપઘાત કર્યા હોવાની ઘટનાઓ બની છે. જેમાં વડોદરાના ફતેગંજ વિસ્તારમાં રહેતા અને 12 સાયન્સમાં અભ્યાસ કરતા અદ્રૈત સલાટ નામનો વિદ્યાર્થી ફિજીક્સનું પેપર આપ્યાબાદ ડિપ્રેશનમાં આવી ગયો હતો, જેના કારણે તેને એક ચિઠ્ઠી લખીને પંખા પર પ્લાસ્ટિકની દોરી બાંધીને આપઘાત કરી લીધો હતો. બીજા કિસ્સામાં વડોદરાના છાણી ટીપી-13માં રહેતા વિશાલ પરમાર નામના વિદ્યાર્થીએ ધોરણ 12 કોમર્સની પરીક્ષા આપવાનું ફોર્મ ભર્યું હતુ, પરંતુ યોગ્યરીતે પરીક્ષાની તૈયારી કરવામાં સફળતા ન મળતા તેણે 8 માર્ચે પંખા સાથે ઓઢણી બાંધીને જીવન ટુંકાવ્યું હતુ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp