ગુજરાતના આ ગામના બાળકો મંદિરના ઓટલા પર બેસીને ભણે છે

PC: Youtube.com

સૌ ભણે અને સૌ આગળ વધેની વાતો સરકાર દ્વારા કરવામાં આવે છે. પરતું બાળકોને અભ્યાસ કરવા માટે વર્ગખંડની સુવિધા જ નહીં હોય તો કેવી રીતે ભણશે ગુજરાતના બાળકો? ડાંગના ધુડા ગામમાં આવી જ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ધુડા ગામમાં આવેલી પ્રાથમિક શાળામાં ઓછા ઓરડાના કારણે નવા ઓરડાઓ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. નવા ઓરડાનું બાંધકામ શરૂ કરવામાં આવ્યું એ ઘણી સારી વાત કહેવાય પરતું ઓરડા બનવાની કામગીરી શરૂ કરાયાના બે વર્ષ બાદ પણ શાળાના નવા ઓરડાઓ બન્યા નથી. ઓરડાની સુવિધા ન હોવાને કારણે ગામના બાળકોને ભણવામાં ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

આ ગામના 200 જેટલા બાળકોને ભણવા માટે ગામના મંદિરના ઓટલાનો કે ગામની ચર્ચનો સહારો લેવો પડે છે. કેટલીકવાર શિક્ષકો દ્વારા બાળકોને ચર્ચમાં અભ્યાસ કરાવવામાં આવે છે. તો કેટલીકવાર તડકા અને વરસાદમાં મંદિરના ઓટલા પર બેસાડીને અભ્યાસ કરાવવામાં આવે છે. બાળકોને ભણવામાં પડતી મુશ્કેલીઓના કારણે ગામના લોકો દ્વારા શાળાના ઓરડાના બાંધકામની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા માટે સરકારને વારંવાર રજૂઆત કરવામાં આવી છે. પરંતુ સરકારી અધિકારી દ્વારા ગામલોકોની રજૂઆતમાં કોઈ પણ પ્રકારનું ધ્યાન આપવામાં આવતું નથી.

આ બાબતે શાળાના આચાર્ય દ્વારા કહેવામાં આવ્યું કે ગામની શાળામાં 6 ઓરડાઓ હતા તો ઓરડાની સંખ્યા વધારવા માટે શાળામાં બે નવા ઓરડાનું બાંધકામ શરૂ કરવામાં આવ્યું હતું. આ બાંધકામના કારણે અમારી પાસે બાળકોને ભણાવવા માટે બે ઓરડાની સુવિધા છે. આ બે ઓરડામાં અમે ચાર ધોરણના વિદ્યાર્થીઓને બેસાડીએ છીએ અને પહેલા તેમજ બીજા ધોરણના બાળકોને અમે ગામના મંદિરના ઓટલા પર બેસાડીને ભણાવીએ છીએ અને ત્રીજા-ચોથા ધોરણના બાળકોને શાળાના શિક્ષકના ઘરે બેસાડીને ભણાવીએ છીએ. બાળકોનું ભણતર બગડે નહીં તે માટે અમે વૈકલ્પિક વ્યવસ્થા કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp