પ્રાથમિક ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મળી શકે છે માસ પ્રમોશન

PC: scroll.in

રાજ્યમાં કોરોનાની મહામારીની અસર સૌથી વધારે જો કોઈ ક્ષેત્ર પર પડી હોય તો શિક્ષણ ક્ષેત્ર છે. કારણ કે, હજુ સુધી શાળા-કોલેજો ખોલવાની મંજૂરી સરકાર દ્વારા આપવામાં આવી નથી. સરકારે વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં લઇ કોરોનાની મહામારી વચ્ચે શાળા ખોલવા બાબતે હજુ સુધી કોઈ નિર્ણય લીધો નથી અનલોકમાં અલગ-અલગ ધંધા-ઉદ્યોગ ખુલ્યા છે પરંતુ શાળાઓ ખૂલી નથી અને વિદ્યાર્થીઓ ઘરે અભ્યાસથી વંચિત ન રહે તે માટે શાળા દ્વારા વિદ્યાર્થીઓને ઓનલાઇન અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે પરંતુ હવે ક્યાંકને ક્યાંક એવું દેખાઈ રહ્યું છે કે, વિદ્યાર્થીઓને સરકાર દ્વારા માસ પ્રમોશનની મોટી ભેટ આપવામાં આવી શકે છે.

પ્રાથમિક ધોરણોમાં અભ્યાસ કરતા બાળકોને શાળાએ ક્યારે મોકલવા તે બાબતે હજુ સુધી શિક્ષણ વિભાગ દ્વારા કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. તો બીજી તરફ કોરોનાની મહામારી વચ્ચે વિદ્યાર્થીઓ ઘરે રહીને સુરક્ષિત રહે તે માટે શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને તેમના ઘરે જ પરીક્ષાના પેપરો પહોંચાડવામાં આવી રહ્યા છે. આ પ્રકારે વિદ્યાર્થીઓના ઘરે-ઘરે પેપર પહોંચાડીને તેમની પરીક્ષાઓ લેવામાં આવી રહી છે. ત્યારે આ પ્રકારની પરીક્ષાને ઘ્યાનમાં લઇને પ્રાથમિક ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આગળના વર્ષમાં માસ પ્રમોશન આપીને લઈ જવા બાબતે શિક્ષણ વિભાગ દ્વારા વિચારણા શરૂ કરવામાં આવી રહી છે. સરકાર દ્વારા હજુ સુધી આ બાબતે કોઈ સ્પષ્ટ નિર્ણય કરવામાં આવ્યો નથી પરંતુ થોડા દિવસોની અંદર આ બાબતે સરકાર દ્વારા કોઈ નિર્ણય કરવામાં આવી શકે છે અને કોરોનાની મહામારી વચ્ચે સંવેદનાના દાખવીને વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાની પ્રબળ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.

એવી પણ માહિતી મળી છે કે, જ્યારે શાળાઓ અને કોલેજો શરૂ કરવામાં આવશે ત્યારે પહેલા ઉચ્ચ શિક્ષણ અને ત્યારબાદ પ્રાથમિક શિક્ષણ તબક્કાવાર શરૂ કરવામાં આવશે. છેલ્લા 6 મહિનાથી શાળાઓ બંધ છે અને શાળાઓમાં એક પણ ક્લાસ લેવામાં આવ્યો નથી અને હજુ પણ કોરોનાની મહામારી વચ્ચે જાન્યુઆરી સુધીમાં શાળાઓ શરૂ થઈ શકે તેવી શક્યતાઓ ખૂબ જ ઓછી છે. આ તમામ બાબતોને ધ્યાનમાં લઇને રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવા બાબતે વિચારણા શરૂ કરવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે. આગામી દિવસોમાં રાજ્ય સરકાર આ બાબતે કોઈ નિર્ણય કરે તેવું દેખાઈ રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે, અગાઉ વાલી મંડળ દ્વારા પણ સરકાર સમક્ષ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાની માગણી કરવામાં આવી હતી અને વાલીમંડળ દ્વારા કહેવામાં આવ્યું હતું કે, ઓનલાઈન અભ્યાસ દરમિયાન ઘણા બાળકો અભ્યાસથી વંચિત રહ્યા છે. જેથી તમામ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવે. હવે આ બાબતે સરકાર વિચારણા કરીને આગામી દિવસોમાં વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો નિર્ણય લઈ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp