સુપર 30ના સંસ્થાપક આનંદ આ દેશમાં શરૂ કરાવશે સુપર 100

PC: quora.com

ભારતમાં ગરીબ વિદ્યાર્થીઓને IITની એન્ટ્રી એક્ઝામની તૈયારી કરાવવા માટે પ્રખ્યાત સંસ્થા સુપર 30થી પ્રભાવિત થઈને હવે ભૂટાન પણ પોતાના દેશના ગરીબ વિદ્યાર્થીઓ માટે નિઃશુલ્ક કાર્યક્રમ ચલાવશે. તેમાં સુપર 30ના સંસ્થાપક આનંદ કુમાર મદદ કરશે. આનંદ તરફથી ઉપલબ્ધ કરાવવામાં આવેલી જાણકારી અનુસાર, રોયલ યુનિવર્સિટી ઓફ ભૂટાનના ઈન્ફોર્મેશન ટેકનોલોજી ગ્યાલોપોજિંગ કોલેજના અધ્યક્ષ લહતો લામ્બાએ આનંદને ભૂટાન આમંત્રિત કર્યા હતા. મંગળવારે આનંદ સાથે ભૂટાનના ઘણા મોટો અધિકારીઓની લાંબી વાતચીત થઈ હતી અને ત્યારબાદ ભૂટાનના ગરીબ છાત્રો માટે સુપર 30ની જેમ સુપર 100 કાર્યક્રમ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે.

આ કાર્યક્મ અંતર્ગત, ભૂટાનની ટોચની ટેકનિકલ સંસ્થા ગ્યાલોપોજિંગ કોલેજમાં સૂચના પ્રૌદ્યોગિકી માટે 100 વિદ્યાર્થીઓની પસંદગી કરવાની યોજના છે. લહતો લામ્બાએ જણાવ્યુ હતુ કે, તે છેલ્લાં 5 વર્ષોથી આનંદ કુમારના સંપર્કમાં હતા. તેમણે જણાવ્યુ હતુ કે, ભૂટાન માટે સુપર 100 કાર્યક્રમ એક મોટી સફળતા હશે. આનંદે છેલ્લાં કેટલાક વર્ષોમાં શિક્ષણ ક્ષેત્રમાં પોતાની કાબેલિયત સાબિત કરી છે અને આ જ કારણ છે કે, અમે લોકોએ તેમને મદદ માટે આગ્રહ કર્યો છે. આ પ્રસ્તાવથી ઉત્સાહિત આનંદે જણાવ્યુ હતુ કે, વિદ્યાર્થીઓના લાભ માટે ક્યાંય પણ કોઈપણ શૈક્ષણિક કાર્યક્રમ સાથે જોડાવુ એ મારા માટે મોટુ સન્માન છે. હું મૂળ રીતે એક શિક્ષક છું અને જો દેશ-દુનિયાના બાળકોને જ્ઞાન આપવામાં હું પોતાને ગૌરવાન્વિત અનુભવુ છું.

ઉલ્લેખનીય છે કે, સુપર 30માં IITમાં એન્ટ્રન્સ એક્ઝામ માટેની નિઃશુલ્ક તૈયારી કરાવવામાં આવે છે. સુપર 30માં 30 એવા બાળકોની પસંદગી કરવામાં આવે છે, જે આર્થિકરીતે પછાત પરિવારોમાંથી આવે છે. અહીં, તેમને રહેવા-ખાવાની વ્યવસ્થા પણ આપવામાં આવે છે. છેલ્લાં 18 વર્ષો દરમિયાન સુપર 30ની મદદથી 400થી વધુ બાળકો IIT ની એન્ટ્રન્સ ટેસ્ટ પાસ કરવામાં સફળ રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp