સુરતમાં લંપટ શિક્ષકનો ભાંડો ફૂટ્યો, એક બે નહીં પણ 15 વિદ્યાથીનીઓની છેડતી કરી હતી

PC: dhakatribune.com

શિક્ષક બાળકોમાં સંસ્કારોનું સિંચન કરે છે. આ ઉપરાંત બાળકો સારા સંસ્કાર મેળવે અને બાળકોનું સારું ઘડતર થાય. તે માટે માતા-પિતા બાળકને ભણવા માટે શાળાએ મોકલે છે. ત્યારે કેટલાક શિક્ષકો વિદ્યાથીઓને વિદ્યાના મંદિરમાં જ હવાસની નજરે જોતા હોય છે. ત્યારે આવા જ એક શિક્ષકનો સુરતમાં ભાંડો ફૂટ્યો છે, શિક્ષક વિદ્યાર્થીની પર નજર ખરાબ કરીને વિદ્યાર્થીનીઓની છેડતી કરતો હતો. જ્યારે એક વિદ્યાર્થીનીએ હિંમત દાખવીને પરિવારના સભ્યોને શિક્ષકની હરકત બાબતે જાણ કરી ત્યારે શિક્ષક ભાંડો ફૂટ્યો હતો. આ  શિક્ષક પર એક બે નહીં પણ 15થી વધુ વિદ્યાર્થીનીઓ સાથે શારીરિક અડપલા કરવાનો આક્ષેપ થયો હતો.

એક રીપોર્ટ અનુસાર સુરતના ઉટેવા ગામમાં આવેલી પ્રાથમિક શાળામાં બાળકોને અભ્યાસ કરાવતો એક શિક્ષક અવાર નવાર વિદ્યાર્થીનીઓ પર નજર ખરાબ કરતો હતી અને વિદ્યાથીઓ સાથે શારીરિક અડપલા કરતો હતો. ત્યારે એક વિદ્યાથીનીએ શિક્ષકની આ પ્રકારની હરકતો બાબતે તેના માતા-પિતાને જાણ કરવામાં આવી હતી.

માતા-પિતા દ્બારા શિક્ષક સામે વિદ્યાર્થીની છેડતીની ફરિયાદ નોધાવવામાં આવી હતી. ફરિયાદ કરતા શિક્ષકની પોલ છતી થઇ હતી કે, આ લંપટ શિક્ષક દ્વારા છેલ્લા બે વર્ષના સમયમાં 15 કરતા વધારે વિદ્યાથીનીઓ સાથે શારીરિક છેડતી કરવામાં આવી હતી. સમગ્ર મામલે પોલીસે લંપટ શિક્ષક સામે પોક્સો મુજબની કલમ અનુસાર ગુનો દાખલ કરીની શિક્ષકની ધરપકડ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp