શિક્ષકોની આ માંગણીઓ પૂરી નહીં થાય તો બોર્ડના પેપર નહીં તપાસવામાં આવે

PC: youtube.com

જેમ જેમ લોકસભાની ચૂંટણી નજીક આવે છે, તેમ તેમ ગુજરાતની સરકાર સામે એક પછી એક આંદોલન રૂપી પડકાર આવે છે. ત્યારે હવે ગુજરાતના શિક્ષકોના પડતર પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો બોર્ડની પરીક્ષાના પેપર નહીં તપાસવાની ચીમકી શિક્ષક સંઘ દ્વારા ઉચ્ચારવામાં આવી છે. ગ્રાન્ટેડ શાળાના માધ્યમિક અને ઉચ્ચતર માધમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષકોનો વેતન ભેદ દૂર કરવાની માંગ કરી છે અને આ સાથે ફિક્સ પગારદારના શિક્ષકોની નોકરીને કાયમી કરવા મુદ્દે અને 300 રજાઓનું વળતર આપવાની પણ માગ કરી હતી.

શિક્ષક સંઘ દ્વારા વારંવાર આ પ્રશ્નોની રજૂઆત સરકારમાં કરવામાં આવે છે પરંતુ તેમના પ્રશ્નનું કોઈ નિકાલ ન આવતા શિક્ષણ સંઘની એક બેઠક ગાંધીનગરમાં મળી હતી. આ બેઠકમાં મોટી સંખ્યામાં માધ્યમિક અને ઉચ્ચતર માધમિક શાળાઓમાં ફરજ બજાવતા શિક્ષકો અને શિક્ષક સંઘના હોદ્દેદારો જોડાયા હતા અને સરકાર દ્વારા શિક્ષકોની માંગણી વહેલી તકે નહીં પૂરી કરવામાં આવે તો ક્યાં પ્રકારના કાર્યક્રમો આપવા તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. 

શિક્ષક સંધના પ્રમુખે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, શિક્ષણ જગતની અંદર જે ફિક્સ વેતનના કર્મચારીઓ છે તેમની અંદર એક રોષ જોવા મળી રહ્યો છે કે, ફિક્સ પગારના શિક્ષકો સાથે અન્યાય કેમ થઈ રહ્યો છે. અમારી સરકારને વારંવારની રજૂઆતથી પણ અમારા પ્રશ્નોનું નિરાકરણ નહીં આવતા અમે મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રી, શિક્ષણ બોર્ડને બે દિવસ પહેલા એક અલ્ટીમેટમ આપતું આવેદન આપ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp