તેલંગાણાની કોંગ્રેસ સરકાર જોખમમાં, 10 ધારાસભ્યોની સિક્રેટ મીટિંગ

તેલંગાણામાં કોંગ્રેસની સરકાર જોખમમાં આવી ગઇ છે. પાર્ટીના 10 ધારાસભ્યોએ એક ખાનગી ફાર્મમાં હાઉસમાં બેઠક કરતા ખળભળાટ મચી ગયો છે અને તેલગાંણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ ઇમરજન્સી મીટિંગ બોલાવવાની ફરજ પડી છે. પાર્ટીના ધારાસભ્ય અનિરુદ્ધ રેડ્ડીના ફાર્મ હાઉસ પર મળેલી બેઠકમાં નૈની રેડ્ડી, ભુપતિ રેડ્ડી, શ્રીનિવાસ રેડ્ડી, મુરલી નાઇક, કુચકુલ્લા રેડ્ડી, સંજીવ રેડ્ડી, અનિરુદ્ધ રેડ્ડી, લક્ષ્મીકાંત, દોંઘી માધવ અને બીરલા ઇલેય્યા સામેલ હતા.

સ્થાનિક અને એમલસીની ચૂંટણી પહેલા ધારાસભ્યોના બળવાની વાતથી કોંગ્રેસ હાઇકમાન્ડ પણ ચિંતામાં મુકાઇ ગયું છે.મુખ્યમંત્રી ધારાસભ્યોનો અસંતાષ દુર કરવાનો પ્રયાસ કરશે. જો કે કોંગ્રેસના સાંસદ નાગરકર્નૂલે મીડિયાને કહ્યુ કે, આ તો ધારાસભ્યોની ડિનર મીટિંગ હતી, વિપક્ષ ખોટી અફવા ફેલાવે છે. જો ધારાસભ્યો બેઠકમાં હાજર હતા તેમાંથી મોટાભાગના ગયા વર્ષે ચંદ્રશેખર રાવની ભારત રાષ્ટ્ર સમિતિને છોડીને કોંગ્રેસમાં આવેલા હતા.

>

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp