આ રાજ્યની ભાજપ સરકાર શાળાઓના વર્ગખંડોને ભગવા રંગથી રંગશે, 992 કરોડનો ખર્ચ થશે

PC: shiksha.com

કર્ણાટકમાં તાજેતરમાં વર્ગખંડમાં હિજાબ પર પ્રતિબંધ મૂક્યા બાદ ભારે વિવાદ થયો હતો. મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. દરમિયાન, રાજ્ય સરકારે 'વિવેકા' યોજના હેઠળ રાજ્યભરમાં શરૂ કરવામાં આવેલા 10,000 વર્ગખંડોને કેસરી રંગથી રંગવાનું નક્કી કર્યું છે. બોમ્મઈ સરકારના આ નિર્ણયને લઈને પણ હવે વિવાદ ઉભો થયો છે.

ભાજપની આગેવાની હેઠળની સરકાર રાજ્યભરની સરકારી શાળાઓમાં 992 કરોડ રૂપિયાના ખર્ચે સ્વામી વિવેકાનંદના નામના 10,000 થી વધુ વર્ગખંડો બાંધવાની યોજના બનાવી રહી છે. આ યોજનાની શરૂઆત સોમવારે કલબુર્ગીમાં ચિલ્ડ્રન્સ ડે નિમિત્તે શિક્ષણમંત્રી બીસી નાગેશ સાથે મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈ દ્વારા કરવામાં આવી હતી.

શિક્ષણમંત્રીએ રવિવારે વર્ગખંડોને કેસરી રંગના સરકારના નિર્ણયનો બચાવ કરતા કહ્યું કે તે આર્કિટેક્ટ્સની ભલામણો પર આધારિત છે.

બીસી નાગેશે કહ્યું, 'શું તેમાં કંઈ ખોટું છે? શું ભગવો રંગ નથી? જો આર્કિટેક્ટ્સ કેસરી રંગ સૂચવશે, તો અમે તેને રંગીશું. સરકાર એ નક્કી નહીં કરે કે બારી, દરવાજા અને સીડીઓ કેવી હોવી જોઈએ. અમારી પાસે આર્કિટેક્ટ છે અને અમે તેમની ભલામણોના આધારે નિર્ણય લઈશું.'

વર્ગખંડને ભગવા રંગથી રંગવા પર વિપક્ષની ટીકા પર પ્રતિક્રિયા આપતા મંત્રીએ કહ્યું, 'કેટલાક લોકોને ભગવાથી એલર્જી છે. તેમના (કોંગ્રેસ) ઝંડામાં પણ ભગવો છે, તેઓએ તેને શા માટે રાખ્યો છે? તેને પણ હટાવી દો અને તેને સંપૂર્ણપણે લીલો કરી દો.'

મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈએ સોમવારે બેંગલુરુમાં ભૂતપૂર્વ વડા પ્રધાન પંડિત જવાહરલાલ નેહરુની પ્રતિમાને પુષ્પાંજલિ આપ્યા પછી બોલતા વિપક્ષને દરેક બાબતનું રાજકારણ ન કરવા જણાવ્યું હતું. તેમણે કહ્યું, 'આપણા રાષ્ટ્રધ્વજમાં ભગવો રંગ છે. તેઓ આને લઈને કેમ ગુસ્સે છે? સ્વામી વિવેકાનંદના નામે શાળાની ઇમારતોનું નિર્માણ કરવામાં આવ્યું છે. વિવેકાનંદ એક સાધુ હતા. તેઓ ભગવા વસ્ત્રો પહેરતા હતા. વિવેક શબ્દનો અર્થ છે બધા માટે જ્ઞાન. તેમને શીખવા દો.'

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp