શિક્ષણ વિભાગે ધોરણ 9થી 12ની પ્રથમ અને વાર્ષિક પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કર્યો

PC: Youtube.com

રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓની પ્રથમ અને વાર્ષિક પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. ગુજરાત બોર્ડના ધોરણ 9થી 12 ધોરણની પ્રથમ પરીક્ષા 19 માર્ચથી 27 માર્ચ દરિમયાન યોજાશે અને ધોરણ 9 અને 11ની વાર્ષિક પરીક્ષા 7 જૂનથી 15 જૂન વચ્ચે યોજાશે કારણ કે, ધોરણ 10 અને 12ની પરીક્ષા ગુજરાત શૈક્ષણિક બોર્ડ દ્વારા લેવામાં આવતી હોય છે. આ વખતે કોરોનાની મહામારીને ધ્યાનમાં લઇને આંતરિક મુલ્યાંકનના 20 ગુણ પ્રથમ પરીક્ષાના આધારે જ આપવામાં આવશે. પહેલા એવો નિયમ હતો કે, આંતરિક મુલ્યાંકનના 20 ગુણ પહેલી અને બીજી પરીક્ષાના પરિણામના આધારે આપવામાં આવતા હતા.

પરીક્ષાની તારીખ જાહેર થવાના કારણે વિદ્યાથીઓની સાથે-સાથે શિક્ષકો અને વાલીઓની પણ આંકરી કસોટી શરૂ થશે કારણ કે, કોરોનાની મહામારી વચ્ચે જે બાળકોને અભ્યાસ કરવામાં મુશ્કેલી પડી હતી તે બાળકોની સમસ્યાનું નિરાકરણ લાવવું બાળકોના માતા-પિતા શિક્ષકોની જવાબદારી હોય છે. પરીક્ષાનો કાર્યક્રમ જાહેર થતા વિદ્યાર્થીઓ પણ હવે સારા માર્કસ મેળવવા માટે વધારે મહેનત શરૂ કરશે.

કોરોનાની મહામારી વચ્ચે રાજ્ય સરકાર તબક્કાવાર અલગ-અલગ ધોરણોનું ઓફલાઈન ભણતર શરૂ કર્યું છે. શાળામાં પણ વિદ્યાર્થીઓની ખૂબ સારી સંખ્યા જોવા મળી રહી છે. કોરોનાની મહામારી વચ્ચે 9 મહિના ઓનલાઈન અભ્યાસ કર્યા પછી વિદ્યાર્થીઓ પણ હવે ઉત્સાહ પૂર્વક શાળાએ ભણવા માટે જઈ રહ્યા છે. ત્યારે ધોરણ 6થી 12નું શૈક્ષણિક કાર્ય શરૂ કર્યાના ગણતરીના દિવસોમાં જ શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓનો પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરી દીધો છે.

જે શાળામાં ઓફલાઈન શૈક્ષણિક કાર્ય શરૂ થયું છે તેમાં કોરોનાની ગાઈડલાઈનનું ચૂસ્ત પણે પાલન કરવામાં આવી રહ્યું છે. વિદ્યાર્થીઓને સામાજિક અંતરનું પાલન કરાવીને બેસાડવામાં આવી રહ્યા છે અને અભ્યાસ કરતા સમયે બાળકોને માસ્ક પહેરાવવામાં આવે છે જેથી બાળકો કોરોનાના સંક્રમણથી બચી શકે. આ ઉપરાંત અલગ-અલગ શહેરોમાં આરોગ્ય વિભાગ દ્વારા શાળામાં બાળકોનો કોરોનાનો ટેસ્ટ પણ કરવામાં આવી રહ્યો છે. પરીક્ષાનો કાર્યક્રમ જાહેર થતા વિદ્યાર્થીઓએ પણ પરીક્ષા આપવાની તૈયારી દર્શાવી છે. ઓફલાઈન શિક્ષણની સાથે-સાથે ઓનલાઈન શિક્ષણ પણ શરૂ રાખવામાં આવ્યું છે જેથી જે વિદ્યાર્થી શાળાએ ન આવી શકે તે ઓનલાઈનના માધ્યમથી અભ્યાસ કરી શકે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp