આ કોર્સના છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાશે, નીતિન પટેલની જાહેરાત

PC: Khabarchhe.com

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યુ છે કે, સમગ્ર દેશમાં ચાલી રહેલ કોરોના મહામારીને ધ્યાનમાં રાખી ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ દ્વારા તા.14.05.2020 અને તા.10.07.2020 ના રોજ નર્સિંગની પરીક્ષા અંતર્ગત માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. તે સંદર્ભે ગુજરાતની નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરતાં છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓની જ પરીક્ષા લેવાશે જ્યારે અન્ય તમામ વિદ્યાર્થીઓને આંતરિક મૂલ્યાંકન અને વર્ષ દરમ્યાનના પરફોર્મન્સના આધારે માર્ક્સ આપી આગળના વર્ષમાં પ્રમોટ કરાશે.

નીતિન પટેલે ઉમેર્યુ કે, ઇન્ડિયન નર્સિંગ કાઉન્સીલની ગાઇડલાઇન મુજબ રાજ્યમાં જો કોરોનાને કારણે પરીક્ષા લેવી શક્ય ના હોય તો ફાઇનલ યર સિવાયના વિદ્યાર્થીઓને આંતરીક મૂલ્યાંકન અને તેના વર્ષ દરમ્યાનના પરફોર્મન્સના આધારે માર્ક્સ આપી આગલા વર્ષમાં પ્રમોટ કરવા સૂચવેલ છે. જે મુજબ ગુજરાત રાજ્યમાં નર્સિંગના શિક્ષકો અને નર્સિંગના વિદ્યાર્થીઓ કોરોના દર્દીઓની સારવાર અને સર્વેની કામગીરીઓમાં જોડાયેલા છે. રાજ્યમાં હાલ કોરોના મહામારીની પરિસ્થિતિ ધ્યાને રાખી ગુજરાત નર્સિંગ કાઉન્સીલની પરીક્ષા સમિતિની તા.14.7.2020 ના રોજ મળેલ બેઠકમાં ઇન્ડીયન કાઉન્સીલ ઓફ નર્સિંગની માર્ગદર્શિકાની ચર્ચા કરી સર્વાનુમતે આ નિર્ણય લેવાયો છે કે, છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની જ પરીક્ષા લેવામાં આવશે. તે સિવાયના નર્સિંગનો અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓને પરીક્ષા લીધા સિવાય તેમના અભ્યાસક્રમના આંતરીક મુલ્યાંકનના આધારે આગળના વર્ષમાં માસ પ્રમોટ કરી યોગ્ય જણાયેલ વિદ્યાર્થીઓને પાસ જાહેર કરવામાં આવશે.

આ નિર્ણયનો લાભ જી.એન.એમ. ના 14671 અને એ.એન.એમ.ના 3827 વિદ્યાર્થીઓને મળશે. જયારે જી.એન.એમ.ના 4561 અને એ.એન.એમ.ના 3108 વિદ્યાર્થીઓની પરીક્ષા 31 ઓગસ્ટથી લેવામાં આવશે. આ પરીક્ષામાં social distance, hand sanitization અને mask ના ઉપયોગનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp