આ તારીખ સુધી બંધ રહી શકે છે દેશમાં શાળા-કૉલેજો, ફાઇનલ નિર્ણય બાકી

PC: twitter.com/rajnathsingh

કોરોના વાયરસને કારણે સમગ્ર દેશમાં લોકડાઉન લાગુ કરી દેવામાં આવ્યું છે. વધતા જતા પોઝિટિવ કેસની સંખ્યાને ધ્યાને લઈને દેશના મંત્રીમંડળે તા.15 મે સુધી તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવાની ભલામણ કરી છે. આ સાથે ધાર્મિક સંસ્થાઓની પ્રવૃતિઓ પણ બંધ રાખવા માટે ભલામણ કરવામાં આવી છે. સરકાર લોકડાઉન આગળ વધારે કે ન વધારે પણ આ સંસ્થાઓ તા. 15 મે સુધી બંધ રાખવાનું નક્કી કરવામાં આવ્યું છે.

સૂત્રો દ્વારા મળતી વિગત પ્રમાણે મંગળવારે આ જાણકારી આપવામાં આવી હતી. રક્ષામંત્રી રાજનાથસિંહની અઘ્યક્ષામાં GoMએ નક્કી કર્યું હતું કે, ઘાર્મિક સંસ્થાઓ, શૉપિંગ મોલ તેમજ શૈક્ષણિક સંકુલ તા. 14 એપ્રિલ બાદ પણ ઓછામાં ઓછા ચાર અઠવાડિયા સુધી કોઈ પણ પ્રવૃતિ કરવા માટેની પરવાનગી આપી શકાય એમ નથી. આ તમામ જગ્યાએ કોઈ ગતિવિધિ શરૂ થશે નહીં. આ બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ, નાણામંત્રી નિર્મલા સીતારામણ, રામવિલાસ પાસવાન, પ્રકાશ જાવડેકર, રમેશ પોખરિયાલ વગેરે મંત્રીઓ જોડાયા હતા. તા. 14 એપ્રિલના રોજ લોકડાઉન ખતમ થઈ રહ્યું છે. સરકાર એવું વિચારે છે કે, ઉનાળું વેકેશન સહિત શાળા તથા કૉલેજ જૂન મહિનાના અંત સુધી બંધ રહેશે.

સામાન્ય રીતે મે મહિનાના મધ્યથી ઉનાળું વેકેશન શરૂ થઈ જાય છે. મંત્રીમંડળે ભલામણ કરી હતી કે, તમામ ધાર્મિક સંસ્થાઓમાંથી કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે એક મહત્ત્વના પગલાં અંતર્ગત તા. 15 મે સુધી કોઈ પ્રકારની પ્રવૃતિઓ શરૂ કરવા માટે મંજૂરી આપી શકાય એમ નથી. GoMની રચના કોરોના વાયરસને કારણે ઊભી થયેલી વિપરિત સ્થિતિઓની સમીક્ષા કરવા માટે અને બાદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સલાહ આપવા માટે કરવામાં આવી છે. લોકડાઉનને આગળ વધારવું કે નહીં એ અટકળ વચ્ચે દેશભરમાં ધાર્મિક કેન્દ્ર, સાર્વજનિક સ્થળ સહિત એ જગ્યાઓ પર સરકારની નજર રહેશે જ્યાં મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ શકે એવી શક્યતાઓ છે. આ હેતું પાછળનો નિર્ણય કોરોના વાયરસની મહામારી સામે લડવા તૈયાર કરવામાં આવેલી GoMની બેઠકમાં લેવાયો હતો. મંત્રીમંડળે કોરોના વાયરસને કારણે લાગુ કરવામાં આવેલા લોકડાઉનના માહોલ વચ્ચે ઊભી થયેલી સ્થિતિ, લેવામાં આવી રહેલા પગલાંઓની વિસ્તૃત સમિક્ષા કરી હતી. તા. 14 એપ્રિલ બાદની પણ અમુક સ્થિતિ અંગે સંક્ષિપ્તમાં ચર્ચા કરી હતી. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp