NCERTના ધોરણ 12ના પુસ્તકમાંથી દૂર કરવામાં આવ્યો ગુજરાત દંગાનો વિષય

PC: khabarchhe.com

NCERT (નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ) તરફથી 12મા ધોરણના અભ્યાસક્રમમાં સુધારો કરવામાં આવ્યો છે. આ નવા સુધારા વિશે ગુરુવારે NCERTની વેબસાઇટ પર સુચના જાહેર કરવામાં આવી છે. જે મુજબ NCERTએ 12મા ધોરણના રાજનૈતિક વિજ્ઞાનના પાઠ્યપુસ્તકમાંથી ગુજરાતના રમખાણો વિશેના અભ્યાસક્રમને દૂર કરી દીધો છે. આ સિવાય નક્સલી આંદોલનનો ઇતિહાસ જેવા ઘણા અભ્યાસક્રમો પણ હટાવી દેવામાં આવ્યા છે.

NCERT (નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ) તરફથી જાહેર કરવામાં આવેલી સુચના મુજબ ધોરણ 12મા રાજનૈતિક વિજ્ઞાનના અભ્યાસક્રમમાં કરવામાં આવેલા સુધારા મુજબ પાઠયસામગ્રીના આ ગુજરાતનાં રમખાણો પરથી ખબર પડે છે કે, સરકારી તંત્ર પણ સાંપ્રદાયિક ભાવનાઓ માટે સંવેદનશીલ થઈ જાય છે. ઉદાહરણ, ગુજરાતની જેમ, આપણને રાજનૈતિક ઉદ્દેશ્યો માટે ધાર્મિક ભાવનાઓનો ઉપયોગ કરવામાં સામેલ જોખમો માટે સચેત કરે છે. તે લોકતાંત્રિક રાજનૈતિ માટે જોખમ ઊભું કરે છે, એક  ફકરામાં એવું કહેવામાં આવ્યું છે જેને દૂર કરવામાં આવ્યો છે.

આની સાથે જ અભ્યાસક્રમમાંથી તત્કાલીન પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીના એ નિવેદનને પણ દૂર કરવામાં આવ્યું છે જેમાં મુખ્યમંત્રીને (ગુજરાતના) એક સંદેશ છે કે તેમણે 'રાજ ધર્મ'નું પાલન કરવું જોઈએ. એક શાસકે જાતિ, પંથ અને ધર્મના આધાર પર પોતાની પ્રજા વચ્ચે કોઈ ભેદભાવ ન કરવો જોઈએ.

હજી સુધી આ અભ્યાસક્રમ ધોરણ 12ના રાજનૈતિક વિજ્ઞાનના વિષયની પુસ્તકમાં 187 થી 189 નંબરના પાના પર હતો. અહીં તમને જણાવી દઈએ કે NCERTએ કોરોના મહામારીને જોતા અભ્યાસક્રમ ઘટાડવાની પ્રક્રિયા અંતર્ગત 12મા ધોરણના અભ્યાસક્રમમાં સુધારો કર્યો છે.

આ સિવાય ધોરણ 12ના રાજનૈતિક વિજ્ઞાનના વિષયના પુસ્તકમાંથી NCERTએ (નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ) ગુજરાત રમખાણોની સાથે જ અન્ય વિષયોને પણ દૂર કરવાનો નિર્ણય લીધો છે. જેમાં નક્સલી આંદોલનનો ઇતિહાસ અને કટોકટી દરમિયાન વિવાદ વગેરે વિષયો સામેલ છે. પુસ્તકમાં 'નક્સલી આંદોલન'નો ઇતિહાસ પાના નંબર 105 અને 'કટોકટી દરમિયાન વિવાદ' પાના નંબર 113-117મા સામેલ છે. NCERTએ પોતાની નોટમાં કહ્યું છે કે કોરોના મહામારીને જોતા વિદ્યાર્થીઓ પર પડનારા વધુ પડતાં ભારને ઓછો કરવો ફરજિયાત છે. આજ ઉદ્દેશ્ય સાથે અપ્રાસંગિક વિષયોને દૂર કરવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp