વર્ગમાં ટીચર વિદ્યાર્થી પાસે મસાજ કરાવી રહી હતી, વીડિયો વાયરલ, સસ્પેન્ડ

PC: shikshanews.com

ઉત્તર પ્રદેશની એક સરકારી શાળામાં શિક્ષિકા ખુરશી પર આરામથી બેસીને એક વિદ્યાર્થી પાસે મસાજ કરાવી રહી હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા હડકંપ મચી ગયો છે. Block Education Officer (BEO)એ શિક્ષિકાને સસ્પેન્ડ કરી દીધા છે. આ પહેલીવાર બન્યું નથી, શિક્ષિકા સામે આ પહેલા પણ બાળકો સાથે ખરાબ વ્યવહાર કરવાના આરોપ લાગ્યા હતા.

ઉત્તર પ્રદેશના હરદોઇ જિલ્લાની એક સરકારી શાળામાં ભણાવતી શિક્ષિકા ઉર્મિલા સિંહ બાળકો પાસે સેવા કરાવતી હોય તેવો વીડિયો વાયરલ થયો છે. ઉર્મિલા સિંહ શાળામાં સહાયક અધ્યાપક પદ પર તૈનાત છે. પોખરીના પ્રાથમિક વિદ્યાલયમાં ઉર્મિલા એક બાળક પાસે મસાજ કરાવી રહી છે અને હાથ દબાવડાવી રહી છે. જાણવા મળેલી માહિતી મુજબ આ શિક્ષિકા સામે પહેલા પણ બાળકો સાથે ખરાબ વર્તન કરવાના આરોપો લાગતા રહ્યા છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલો આ વીડિયો આ મહિનાનો છે. આ મામલામાં પ્રિન્સીપાલ પાસે વાત પહોંચી હતી અને તેમણે BEOને ફરિયાદ કરી હતી. BEOએ તાત્કાલિક ઉર્મિલા સિંહને સસ્પેન્ડ કરી દીધી છે.

સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા 4 સેકન્ડના આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે. આ શાળાની સહાયક અધ્યાપક ઉર્મિલા સિંહ એક કલાસમાં ખુરશીમાં બેઠી છે અને પાણી પી રહી છે. આરામથી ખુરશી પર બેઠેલી શિક્ષિકા એક બાળકને બોલાવીને હાથ દબાવવાનું કહી રહી છે. એકદમ નિરાંતે બેઠેલી આ શિક્ષિકા વચ્ચે વચ્ચે પાણી પી રહી છે. એ દરમિયાન કોઇએ વીડિયો ઉતારીને સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગયો હતો. આ પહેલાં પણ મે મહિનામાં જયારે શાળામાં નિરિક્ષણ થયું હતું ત્યારે ઉર્મિલા સિંહ શાળામાં ગેરહાજર જોવા મળી હતી. રિપોર્ટ મુજબ ઉર્મિલા 13 જુલાઇએ પણ ગેરહાજર રહી હતી. જયારે બાળક પાસે મસાજની ફરિયાદ મળી તો 15 જુલાઇએ શાળામાં નિરિક્ષણ કરવામાં આવ્યું ત્યારે પણ શિક્ષિકા ગેરહાજર હતી. એ પછી તેણીની સામે આકરાં પગલાં લેવાયા અને સસ્પેન્ડ કરી દેવામાં આવી.

શાળાના આચાર્યએ BEOને કરેલી ફરિયાદમાં શિક્ષિકાના બાળકો સાથેના ખરાહ વ્યવહાર, વારંવારની ગેરહાજરી વિશેની વાત કરી હતી. આચાર્યએ આરોપ લગાવ્યો હતો કે શિક્ષિકાએ માનસિક તપાસ કરાવવાની જરૂર છે.

બધા શિક્ષકો એવા હોતા નથી, પરંતુ એકાદ આવી શિક્ષિકાને કારણે શિક્ષણ જગતનું નામ બદનામ થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp