ઓનલાઇન શિક્ષણમાં ટાઇમ લિમિટ, જાણો ક્યા વિદ્યાર્થીઓના લેક્ચરનો ટાઇમ શું રહેશે?

PC: thepassage.cc

ગુજરાતમાં કોરોના સંક્રમણના કારણે ઓનલાઇન એજ્યુકેશન આપવામાં આવી રહ્યું છે ત્યારે બાળકોને ક્યા ક્યા સમયે અભ્યાસ કરાવવો તેની ચોક્કસ ગાઇડલાઇન નક્કી કરવામાં આવનાર છે. રાજ્યના શિક્ષણ વિભાગે આ દિશામાં કાર્યવાહી શરૂ કરી છે. નાના બાળકો માટે ઓછો સમય અને મોટા બાળકો માટે વધુ સમયના ક્લાસ લઇ શકાશે.

શિક્ષણ વિભાગના એક અધિકારીએ કહ્યું હતું કે ઓનલાઇન એજ્યુકેશનમાં સમયની મર્યાદા નિયત કરવામાં આવનાર છે. પ્રિ-પ્રાયમરીમાં બાળકોને 30 મિનિટ સુધી શિક્ષણ આપી શકાશે. ધોરણ-1 થી ધોરણ-8માં 45 મિનિટના બે સેસન રાખી શકાશે, જ્યારે ધોરણ-9 થી ધોરણ-12માં 30 થી 45 મિનિટના કુલ ચાર સેસનની મર્યાદા રાખવામાં આવી છે.

 શિક્ષણ વિભાગના સૂત્રો કહે છે કે રાજ્યમાં દિવાળી વેકેશન પહેલાં શિક્ષણકાર્ય શરૂ થઇ શકે તેમ નથી તેથી ઓનલાઇન શિક્ષણ હજી લાંબુ ચાલી શકે છે. કેન્દ્રની ગાઇડલાઇન પ્રમાણે ગુજરાત સરકાર શિક્ષણનો સમય નક્કી કરી રહી છે. અત્યારે જે ઓનલાઇન એજ્યુકેશન આપવામાં આવે છે તે વધારે છે. નિયમો નક્કી થયા પછી બાળકની ઉંમર પ્રમાણે વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણ આપવામાં આવશે.

ઓનલાઇન શિક્ષણમાં ઘણી સ્કૂલો યુનિફોર્મનો આગ્રહ રાખે છે ત્યારે ગુજરાત સરકાર એવું નક્કી કરવા જઇ રહી છે કે વિદ્યાર્થીઓ યુનિફોર્મ વિના પણ શિક્ષણ લઇ શકશે. તેના પર કોઇ દબાણ કરવામાં નહીં આવે, એટલું જ નહીં વિદ્યાર્થીઓ અભ્યાસ કરતાં કરતાં બ્રેક પણ લઇ શકશે.

 ઉલ્લેખનીય છે કે ઓનલાઇન એજ્યુકેશનને લઇને મોટી ડિબેટ ઊભી થઇ છે. કેટલાકનું માનવું છે કે તેનાથી વિદ્યાર્થીઓને સમસ્યા ઊભી થઇ શકે છે. તો કેટલાક માને છે કે નવી સિસ્ટમ છે એટલે ટેવાતા વાર લાગશે. જોકે, સરકારે તો હાલ સુધી થયેલા વૈજ્ઞાનિક સંશોધનોનો આધાર લઇને કોઇ પણ નિયમ લાવવો જોઇએ. પછી લોકોની પોતાની ચોઇસ છે કે તે શું કરે છે અને પોતાના બાળકો પર પડતી અવળી અસરોથી તેમને કેવી રીતે બચાવે છે. 
 
 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp