ગુજરાતની આ યુનિવર્સિટી દેશની રક્ષા માટે કરશે સંશોધન, થયા રૂ. 100 કરોડના કરાર

PC: https://www.livemint.com

ભારતના સંરક્ષણ ક્ષેત્રે હવે ગુજરાત યુનિવર્સિટી સશોધન કરશે. કેન્દ્ર સરકારે ગુજરાતને 100 કરોડનો એક પ્રોજેક્ટ આપ્યો છે જેમાં પ્રોફેસરો, નિષ્ણાંતો અને વિદ્યાર્થીઓ સંરક્ષણ ક્ષેત્રના સાધનો અંગે સંશોધન કરશે. ગુજરાત યુનિવર્સિટીને કેન્દ્ર સરકાર ગ્રાન્ટ આપશે.

ગુજરાત યુનિવર્સિટીએ ડીફેન્સ રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ ઓગ્રેનાઇઝેશન (ડીઆરડીઓ) સાથે મહત્વના કરાર કર્યા છે જે ગુજરાત માટે ગૌરવ છે. આ સમજૂતિ કરારથી સંરક્ષણ અને તકનીકી ક્ષેત્રે જરૂરિયાતોને પહોંચી વળવા માટે વિશેષ પ્રમાણમાં સંશોધન હાથ ધરવામાં આવશે.

સરદાર પટેલ સેન્ટર ફોર સાયબર સિક્યુરિટી રિસર્ચની સ્થાપના માટે ઓર્ગેનાઇઝેશન સાથે નવી દિલ્હીમાં આ કરાર થયા છે. અગાઉ કોરોનાની બીજી લહેર દરમ્યાન કેન્દ્રની આ સંસ્થાએ ગુજરાત યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે 800 બેડની કોવિડ હોસ્પિટલ શરૂ કરી હતી.

ગુજરાત યુનિવર્સિટીએ થોડા સમય પહેલા દેશના જવાનો માટે બરફમાં રહી શકાય તેવા હટનું સંશોધન કર્યું હતુ અને તે આજે સફળતા પુર્વક લદ્દાખમાં ઈન્સ્ટોલ કરવામાં આવ્યું છે. ગુજરાત યુનિવર્સિટી પાસે સંશોધન માટે અનેક વિકલ્પો છે, હવે ડીઆરડીઓનો સાથ મળતા તેમાં વધારો થશે. સંરક્ષણ ક્ષેત્રે કઇ નવી ટેકનોલોજીની જરૂરિયાત છે, ક્યા નવા સાધનો વસાવી શકાય તેમ છે અને આ ક્ષેત્રમાં વધુ આધુનિક શસ્ત્ર સંરજામ કેવો બનાવી શકાય છે તેવી બાબતોમાં નવા સંશોધન કરાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp