કોરોના સામે લડવા જીટીયુમાં આયુષ મંત્રાલયની આ દવાનું વિતરણ

PC: gtu.ac.in

કોરોના વાયરસથી બચવા માટે સરકાર એક દવાનું વિતરણ કરે છે. આ દવા કોરોના વાયરસ મટાડતી નથી પરંતુ તેની સામે રક્ષણ આપે છે. ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) માં આ દવાનું વિતરણ કરવામાં આવશે. કહેવાય છે કે આ દવાથી શરીરને રોગ સામે લડવાની શક્તિ મળે છે.

 જીટીયુની દવા વિતરણ કરતી ટીમે કહ્યું હતું કે કેન્દ્ર સરકારના આયુષ મંત્રાલય દ્વારા પ્રમાણિત ARS.ALG દવા રોગ પ્રતિકારકશક્તિમાં વધારો કરે છે. ગુજરાતમાં કોરોના વાયરસના પાંચ કેસો સામે આવ્યા છે, જેમના રિપોર્ટ પોઝિટીવ આવ્યા છે તેથી સરકારની ચિંતામાં વધારો થયો છે. રાજ્યની શૈક્ષણિક સંસ્થાઓમાં કેન્દ્ર માન્ય દવાઓનું વિતરણ કરવામાં આવે છે.

કોરોનાનો ફેલાવો અટકે અને સુરક્ષાના ભાગરૂપે ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી(જીટીયુ) દ્વારા તેમના તમામ કર્મચારીઓને આયુષ મંત્રાલય પ્રમાણીત દવાનું વિતરણ કરવામાં આવશે. જેના કારણે આ જીવલેણ રોગનો ફેલાવો અટકી શકે. જીટીયુના તમામ કર્મચારીઓને માસ્ક અને સેનિટાઈઝરનું પણ વિતરણ કરવામાં આવ્યું છે.

દરેક કર્મચારીમાં કોરોના વાઈરસ બાબતે જાગૃકત્તા આવે તે હેતુસરહેલ્થ મંત્રાલયની ગાઈડ લાઈન પ્રમાણેના મેઈલ કરીને પણ  જાગૃત કરવાના પ્રયત્નો કરવામાં આવ્યા છે. હાજરી બાબતે પંચીગ મશીનમાં પંચ ના કરવા માટે પણ કર્મચારીઓને આદેશ આપવામાં આવ્યા છે.

કેન્દ્ર સરકારના આયુષ મંત્રાલય દ્વારા પ્રમાણીત હોમિયોપેથીક ARS.ALG દવા વિનામૂલ્યે જીટીયુના દરેક કર્મચારીઓને આપવા માટે 300થી પણ વધારે પેકેટ બનાવામાં આવ્યા છે. આ પેકેટમાં ત્રણ  દિવસ માટેની દવા આપવામાં આવશે.  જીટીયુને આ દવાનું દાન આરોગ્ય ભારતી સંસ્થાના વડા ડૉ. ભાસ્કર ભટ્ટ દ્વારા આપવામાં આવી છે.

જીટીયુના મેડિકલ ઑફિસર ડૉ. અમૃત પ્રજાપતિના જણાવ્યા અનુસાર આ દવાની અસરથી વ્યક્તિની રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે અને કોરોના જેવા વાઈરસજન્ય રોગોની સામે બચવામાં મદદરૂપ થાય છે. દરેક લોકોએ પણ સરકારની ગાઈડલાઈન પ્રમાણે કોરોના નાબૂદ કરવા માટે સહકાર આપવો જોઈએ અને અફવાઓથી દૂર રહેવું જોઈએ. એટલું જ નહીં, જીટીયુમાં 133 બોટલ સેનિટાઈઝરનું વિતરણ કરવામાં આવ્યું છે. આગામી દિવસોમાં જરૂરીયાત મુજબ દવા માસ્ક અને સેનિટાઈઝરના વિતરણમાં વધારો કરવામાં આવશે.

 
 
 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp