જૂનાગઢના કેશોદની આ સ્કૂલે ધોરણ 5થી 7ના વિદ્યાર્થીઓને ભણવા બોલાવ્યા

PC: youtube.com

કોરોનાની મહામારી વચ્ચે 10 મહિના શાળા-કોલેજો બંધ હતી. 11 જાન્યુઆરીથી રાજ્યની શાળા અને કોલેજો શરૂ કરવામાં આવી છે. ત્યારે શાળા-કોલેજોમાં કોરોનાની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરાવવામાં આવી રહ્યું છે. શાળાઓમાં વિદ્યાર્થીઓ માટે સેનિટાઈઝરની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓને સામાજિક અંતરનું પાલન કરાવીને બેસાડવામાં આવી રહ્યા છે. વિદ્યાર્થીઓ ભણતા સમયે અને શિક્ષકોને ભણાવતા સમયે ફરજીયાત માસ્ક પહેરવું પડે છે. ત્યારે કોરોનાની મહામારી કેશોદમાં એક શાળાની ઘોર બેદરકારી સામે આવી છે. રાજ્ય સરકાર ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને ભણવા માટે બોલવાનો નિર્ણય કર્યો છે. ત્યારે કેશોદની એક શાળા દ્વારા ધોરણ 5થી 7ના વિદ્યાર્થીઓને શાળાએ ભણવા માટે બોલાવ્યા હતા.

રાજ્ય સરકારના નિયમોનો ભંગ કરનાર શાળાનું નામ જિનિયસ ઇન્ટરનેશનલ સ્કૂલ છે. શાળામાં ધોરણ 5થી 7ના વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા નજરે ચઢ્યા હતા. આ ઉપરાંત વિદ્યાર્થીઓનું પણ કહેવું છે કે, તેમના શાળાના સંચાલકો દ્વારા બોલવામાં આવ્યા હતા. એક વિદ્યાર્થીએ ગોળ-ગોળ જવાબ આપતા પહેલા જણાવ્યું હતું કે, અમે અહીંયા વાંચવા માટે આવિયા છીએ અમને કોઈએ બોલાવ્યા નથી અને ત્યારબાદ તેને જણાવ્યું હતું કે, અમને પરીક્ષા આપવા માટે આવ્યા છીએ. તો એક વિદ્યાથીનીએ જણાવ્યું હતું કે, અમે ભણવા માટે આવ્યા છીએ અને શાળાના સંચાલકો દ્વારા બોલાવવામાં આવ્યા છે. ત્યાં જિનિયસ સ્કૂલની આ બેદરકારીના કારણે જો કોઈ વિદ્યાર્થી કોરોના સંક્રમિત થાય તો તેની જવાબદારી કોની. તો બીજી તરફ શાળાના સંચાલકો બાળકો વાલીની સંમતિની શાળાએ આવ્યા હોવાનું કહી રહ્યા છે. ત્યારે હવે જોવાનું એ રહે છે કે, નિયમનો ભંગ કરીને નાના બાળકોને કોરોનાની મહામારી વચ્ચે શાળાએ ભણવા બોલાવનાર સંચાલકો સામે કેવી કાર્યવાહી કરવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે, અન્ય ધોરણોની શાળા ખોલવા બાબતે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, તબક્કાવાર જે રીતે અમે ધોરણ 10 અને 12ની શાળાઓ ખોલવાનું શરૂ કર્યું છે. તે જ રીતે આ પરિસ્થિતિને ધ્યાનમાં લઇને બીજો તબક્કો પણ અમે આગળ શરૂ કરીશું. સુપ્રીમકોર્ટના ચૂકાદાને અમે ચકાસીશું અને તમામ બાબતો ધ્યાનમાં લઇને આગળ નિર્ણય કરીશું. શાળાઓમાં હાજરીમાં પ્રમાણ સારું છે અને સંતોષકારક છે. સામાન્ય દિવસોમાં વેકશન ખુલે અને પહેલા બે દિવસોમાં જે રીતે વિદ્યાર્થીઓની હાજરી હોય છે તેના પ્રમાણમાં આટલા લાંબા સમય પછી પહેલા અને બીજા દિવસે હાજરી સંતોષકારક છે. પહેલા દિવસે હાજરી 30થી 35 ટકા હતી અને બીજા દિવસે 38થી 42 ટકા થઇ છે. કોલેજોમાં પણ પહેલા દિવસે 42થી 45 ટકા હાજરી હતી. તેમાં પણ વધારો થયો છે. 18 તારીખથી પૂર્વવત વિદ્યાર્થીઓ આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp